અમે શ્રીલંકાને ૪ બિલિયન ડૉલરની અભૂતપૂર્વ નાણાકીય સહાય આપી છેઃ ભારતીય દૂતાવાસ

કોલંબો, કોલંબોમાં ભારતીય દૂતાવાસે શ્રીલંકાને વધુ આર્થિક મદદ ન આપવાના દાવા પર નિવેદન જાહેર કર્યું છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે અમે શ્રીલંકાને ૪ બિલિયન ડૉલરની અભૂતપૂર્વ નાણાકીય સહાય આપી છે.
ભારતીય દૂતાવાસે એમ પણ કહ્યું કે, વર્તમાન આર્થિક મુશ્કેલીઓને હળવી કરવા માટે અમે શ્રીલંકાને સતત સમર્થન આપી રહ્યા છીએ. વાસ્તવમાં, એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત હવે શ્રીલંકાને વધુ નાણાકીય સહાય નહીં આપે. શ્રીલંકા આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
શ્રીલંકા સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું કે, અમે ભારત તરફથી વધુ નાણાકીય સહાય નહિ આપવા અંગેના મીડિયા અહેવાલો જાેયા છે. અહીં અમે એ વાત પર ભાર મુકવા માંગીએ છીએ કે, ભારતે શ્રીલંકાના લોકોને પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે આ વર્ષે લગભગ ૪ બિલિયન ડૉલરની અભૂતપૂર્વ દ્વિપક્ષીય સહાય પૂરી પાડી છે. ભારતે અન્ય દ્વિપક્ષીય અને બહુપક્ષીય ભાગીદારોને પણ હિમાયત કરી છે કે જેથી તેઓ શ્રીલંકાની વર્તમાન આર્થિક મુશ્કેલીઓમાં ઝડપથી વધુને વધુ સહાયક બને છે.
ભારતીય દૂતાવાસે કહ્યું કે, અમે આઇએમએફ અને શ્રીલંકા સરકાર વચ્ચે કર્મચારી-સ્તરના કરારના નિષ્કર્ષની પણ નોંધ લીધી છે.આઇએમએફમાં તેની વધુ મંજૂરી શ્રીલંકાના દેવાની સ્થિરતા પર ર્નિભર છે.
અમે શ્રીલંકાને દરેક સંભવ રીતે સમર્થન કરવાનું ચાલુ રાખીશું. ભારતમાંથી, ખાસ કરીને શ્રીલંકાના મુખ્ય આર્થિક ક્ષેત્રોમાં લાંબા ગાળાના રોકાણોને પ્રોત્સાહન આપીને શ્રીલંકાની ઝડપી આર્થિક પુનઃપ્રાપ્તિ અને વિકાસ માટે પ્રયત્નશીલ રહેશે.
આ ઉપરાંત, અમારી પાસે શ્રીલંકામાં દ્વિપક્ષીય વિકાસ સહયોગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જે કુલ મળીને લગભગ ૩.૫ અબજ ડોલર છે. શ્રીલંકાના વિદ્યાર્થીઓ પ્રમુખ ભારતીય સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય પ્રશિક્ષણ માટે શિષ્યવૃત્તિનો લાભ લઈ રહ્યા છે.
શ્રીલંકા સાથેના અમારા નજીકના અને લાંબા સમયથી ચાલતા સહકારના આ પાસાઓ પણ વર્તમાન આર્થિક મુશ્કેલીઓને દૂર કરવાના શ્રીલંકાના પ્રયાસોમાં ફાળો આપે છે. અહીં તમને જણાવી દઈએ કે, જુલાઈમાં મદદ મળ્યા બાદ, શ્રીલંકાના ઉર્જા મંત્રી કંચના વિજેસેકરાએ કહ્યું હતું કે, અત્યાર સુધી ભારત એકમાત્ર એવો દેશ છે, જેણે આ સંકટમાં શ્રીલંકાની મદદ કરી છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારત તરફથી શ્રીલંકાને અપાતી લોનમાં ઝડપથી વધારો થયો છે.
ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ભારતે શ્રીલંકાને સૌથી વધુ લોન આપી છે. આ મામલે ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું છે.HS1MS