Western Times News

Gujarati News

ચંડીગઢ MMS કાંડમાં મોટો ખુલાસોઃ યુવતીને સૈન્યનો જવાન કરી રહ્યો હતો બ્લેકમેઇલ

નવી દિલ્હી, પંજાબની ચંડીગઢ યુનિવર્સિટીમાં સ્સ્જી ઘટના અંગે મોટો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે યુવતીએ વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવ્યો હતો તેને ભારતીય સેનાનો જવાન બ્લેકમેઇલ કરી રહ્યો હતો. આ જ વ્યક્તિ યુવતીને વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો બનાવવા માટે દબાણ કરતો હતો. આરોપી યુવતીના જૂનો મિત્રએ યુવતીનો અશ્લિલ વીડિયો આ જવાનને આપ્યો હતો.

બાદમાં આ વીડિયોને લીક કરવાની ધમકી આપીને સેનાનો જવાન અન્ય યુવતીઓના વીડિયો બનાવવા દબાણ કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આ જવાન જમ્મુનો રહેવાસી છે અને તેનું નામ સંજીવ કુમાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

હાલમાં તે અરુણાચલ પ્રદેશના એટા નગર પાસે તૈનાત છે. જાેકે, પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવતીએ હોસ્ટેલની છોકરીઓનો કોઈ વીડિયો બનાવી શકી ન હતી. ફોનમાં તેનો પોતાનો વીડિયો હતો. ફોરેન્સિક એક્સપર્ટે મોબાઈલ ફોનની તપાસ કર્યા બાદ પોલીસને આ વાત જણાવી છે.

આ કેસમાં હવે પોલીસ આર્મી જવાન સંજીવ કુમારની ધરપકડ કરીને પૂછપરછ કરશે. વીડિયો સ્કેન્ડલ દરમિયાન યુનિવર્સિટીના કેટલીક વિદ્યાર્થીનીઓને ધમકીભર્યા કોલ આવ્યા હોવાની વાત સામે આવી છે. પોલીસે આ અંગે પણ તપાસ શરૂ કરી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે વિદ્યાર્થિનીઓને વિદેશમાંથી ધમકીભર્યા ફોન આવવાની વાત કહેવામાં આવી રહી છે. તપાસમાં જાેવામાં આવી રહ્યું છે કે હકીકતમાં વિદેશથી કોલ આવ્યો છે કે તેના જ દેશમાં બેઠેલા કેટલાક તોફાની તત્વોએ આ ગેમ રમી છે કારણ કે આવી ઘણી એપ્સ છે જેનાથી આવા કોલ શક્ય છે. બીજું એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થિનીઓનો નંબર આ લોકો સુધી કેવી રીતે પહોંચ્યો. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.