ઠાસરા ખાતે નવરાત્રી મેળા ૨૦૨૨ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા નવરાત્રી મેળા ૨૦૨૨નું ઉદઘાટન કરાયું
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સખી મંડળની બહેનોને આજીવિકા મડી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે આજથી ઠાસરા ખાતે નવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યે છે. જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા નવરાત્રી મેળા -૨૦૨૨ નું ઉદઘાટન કારવામાં આવ્યું હતું.
આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ જેવી કે, જ્વેલરી, લાકડાના રમકડા, રસોઈમાં ઉપયોગી મસાલા, મુખવાસ, ડ્રેસ મટીરીયલ, ડિઝાઇનર ડ્રેસ, બ્યુટી પાર્લર તેમજ ઠંડાપીણા વગેરેના સ્ટોલ કરવામાં આવેલ છે. નવરાત્રી મેળાનું આયોજન ઠાસરા દશાનગર વાડી મેન બજાર હોલી ચકલા, ઠાસરા ખાતે તા. ૨૧.૦૯.૨૦૨૨ થી ૨૭.૦૯.૨૦૨૨ દરમિયાન કરવામાં આવેલ છે.