કરાટે શિક્ષણ કેન્દ્રના નામ પર ટેરર ફંડીંગ કરતા PFIના વડા સહિત ૧૦૦થી વધુની ધરપકડ
દેશના ૧૧ રાજ્યોમાં પીએફઆઇના સ્થળો ઉપર વ્યાપક દરોડા-એનઆઈએ અને ઈડીનું સંયુક્ત ઓપરેશન
(એજન્સી)તિરુવનતપુરમ, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે કેરળના તિરુવંનપુરમ ખાતે આવેલા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના (PFI Popular Front of India) નેતાઓના ઘરે ગુરુવારે દરોડા પાડ્યા છે.
રેડ પીએફઆઈના રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ નેતાઓને ઘરે પાડવામાં આવી છે. ઓએમએ સલામ, માંજરીના પીએફઆઈના ચેરમેન, મલ્લાપુરમ જિલ્લા અને પીએફઆઈની ઓફિસ ખાતે આ રેડ મતરાતે કરવામાં આવી છે. એનઆઈએ અને ઈડીની રડાર પર પીએફઆઈના ચેરમેન ઓએમએ સલામ પણ છે. તેમના ઘરે પણ અડધીરાતે રેડ કરવામાં આવી છે.
Massive raid by @NIA_India on @PFIOfficial offices across 10 states. Over 100 PFI leader’s and functionaries have been taken into custody. NIA, ED and state police conducting raids. In #Karnataka raids cbeing conducted at #Mangalore and #Bengaluru. PFI protests against raids. pic.twitter.com/wde5IpL0IO
— Imran Khan (@KeypadGuerilla) September 22, 2022
એનઆઈએ અને ઈડીએ બુધવારે અડધી રાતે અચાનક જ મલપ્પુરમ જિલ્લાના મંજેરીમાં પીએફઆઈ અધ્યક્ષ ઓમએ સલામના ઘરે રેડ કરી. રેડ હજી પણ ચાલી રહી છે અને આ દરમિયાન કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા. ચેરમેનના ઘરની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા.
ટેરર ફન્ડિંગ અને કેમ્પ ચલાવવાના મામલામાં સમગ્ર દેશમાં પીએફઆઈની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશના ૧૧ રાજ્યોમાં એનઆઈએ અને ઈડીની ટીમે પીએફઆઈના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરે રેડ કરી છે અને લગભગ ૧૦૦ કેડરની ધરપકડ કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ એએનઆઈ અને ઈડીની ટીમે રાજ્ય પોલીસની સાથે મળીને કુલ દસ રાજ્યોમાં રેડ કરી અને આ દરમિયાન પીએફઆઈના ૧૦૦થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી છે. એએનઆઈએ કોઈમ્બ્તુર, કુડ્ડાલોર, રામનાડ, ડિંડુગલ, થેની અને થેનકાસી સહિત તમિલનાડુમાં ઘણી જગ્યાઓ પર પીએફઆઈના નેતાઓના ઘરે રેડ કરી છે. પુરસાવક્કમમાં ચેન્નાઈ પીએફઆઈના સ્ટેટ હેડની ઓફિસમાં પણ સર્ચ ચાલી રહ્યું છે.
આ અગાઉ એનઆઇએએ ૧૮ સપ્ટેમ્બરના રોજ આંધ્ર પ્રદેશ અને તેલંગણા ૨૩ જગ્યાએ દરોડા પાડ્યા હતા જ્યાં કરાટે શિક્ષણ કેન્દ્રના નામ પર પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ટ્રેનિંગ કેમ્પ ચાલતા હતા. દ્ગૈંછએ નિઝામાબાદ, કુરનુલ, ગુંટૂર અને નેલ્લોર જિલ્લામાં રેડ કરી હતી.
સૂત્રોના જણાવ્યાં મુજબ આ જગ્યાઓ પર આતંકી ગતિવિધિઓના સંચાલનની જાણકારી મળી હતી. એનઆઇએએ આ મહિનાની શરૂઆતમાં પણ પીએફઆઇ મામલે તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં ૪૦ સ્થળો પર દરોડા પાડ્યા અને ચાર લોકોની અટકાયત કરી હતી.
એજન્સીએ ત્યારે તેલંગણામાં નિઝામાબાદ જિલ્લાના અબ્દુલ ખાદર અને ૨૬ અન્ય વ્યક્તિઓ સંબંધિત મામલામાં તેલંગણામાં ૩૮ સ્થળો અને આંધ્ર પ્રદેશના બે સ્થળો પર સર્ચ અભિયાન ચલાવ્યું હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ ઓપરેશનમાં ડિજિટલ ડિવાઈસ, દસ્તાવેજ, બે ખંજર અને ૮,૩૧,૫૦૦ રૂપિયા કેશ સહિત આપત્તિજનક સામગ્રી જપ્ત કરી હતી.
એનઆઇએ મુજબ આરોપી આતંકવાદી કૃત્યો કરવા માટે તાલિમ આપવા અને ધર્મના આધારે વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા માટે શિબિર આયોજિત થઈ રહ્યા હતા.