DGVCLના નબીપુર સ્થિત બે કર્મચારીઓની બદલી થતા વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના નબીપુર ગામે DGVCL ના બે કર્મચારીઓ અશોકભાઈ પરમાર અને અશ્વિનભાઈ પરમાર ગામમાં સેવાઓ આપી રહયા હતા.તેઓની હાલમાં બદલી થતા આજરોજ ગ્રામ પંચાયત નબીપુર દ્વારા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે ગામના સરપંચ, ડે.સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો હાજર રહયા હતા. આ પ્રસંગે ગામના ડે.સરપંચે બંને કર્મચારીઓની કામગીરીની ગાથા વર્ણવી હતી.બંને કર્મચારીઓએ રાત અને દિવસની પરવા કર્યા વગર ગામને સેવા પૂરી પાડી હતી અને તેમાં વિશેષ તો જ્યારે કોરોના કાળના લોકડાઉનના સમયે ગામને ખડેપગે સેવાઓ આપી હતી.
તેમની આ બધી સેવાઓને આજે ગ્રામ જનો યાદ કરે છે અને ગ્રામ જનોમાં ગામગીનીનો માહોલ જાેવાઈ રહ્યો છે.ગ્રામજનો તેમની આ કામગીરીને કદાપિ વિસરશે નહીં.અશોકભાઈની બદલી વડોદરા ખાતે અને અશ્વિનભાઈની બદલી ગોધરા કજાતે થઈ છે.
ગ્રામ પંચાયત અને ગ્રામ જનોએ તેઓને તેમના નવા નોકરીના સ્થળ માટે શુભ કામનાઓ આપી છે અને તેમની જગ્યા પૂરવા આવનારા કર્મચારીઓને આવકારે છે.આ બંને કર્મચારીઓએ પોતાની સેવાઓથી ગામના દરેક વ્યક્તિઓના દિલમાં જગા બનાવી હતી જે આજે જાેવાય રહ્યું છે.