Western Times News

Gujarati News

ગુજરાત કોંગ્રેસનું ટિ્‌વટર એકાઉન્ટ હેક કરીને અલગ અલગ ટિ્‌વટ કરવામાં આવી

અમદાવાદ, ચૂંટણીના જાેરશોરથી પ્રચાર ચાલી રહ્યાં છે, મોટાભાગની પાર્ટીએ પ્રચાર માટે સોશિયલ મીડિયાને મોટું માધ્યમ બનાવ્યું છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસનું ટિ્‌વટર એકાઉન્ટ હેક થયું છે. આ વિશે ગુજરાત કોંગ્રેસે ટિ્‌વટરને ફરિયાદ કરી છે.

છેલ્લા ૨૪ કલાકથી કોંગ્રેસનું ટિ્‌વટર એકાઉન્ટ હેક થયુ છે. છતાં હજુ સુધી સાયબર સેલમાં કોઈ ફરિયાદ કરાઈ નથી. જાેકે, ટેક્નિકલ ખામી કે પછી ષડયંત્ર, ચૂંટણી આડે જ ટિ્‌વટર એકાઉન્ટ હેક થવાથી કોંગ્રેસનો મતદારો સાથે ઓનલાઈન સંપર્ક તૂટી શકે છે.

ટિ્‌વટર એકાઉન્ટ હેક કરીને અલગ અલગ ટિ્‌વટ કરવામાં આવી, જેથી માલૂમ પડ્યુ કે એકાઉન્ટ હેક થયું છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા ચેરમેન કેયુર શાહે આ વિશે જણાવ્યું કે, ૨૪ કલાકથી આ એકાઉન્ટ હેક થયું છે. ગઈકાલે સવાર પછી હેક થયાની અમને માહિતી મળી.

અમે ટેકનિકલ રિસર્ચ કરાવી રહ્યાં છે. ટિ્‌વટર ઈન્ડિયા સાથે સંપર્કમાં રહ્યાં છી. તેમના દ્વારા ભરોસો અપાયો કે, એકાઉન્ટને ફરી કાર્યરત કરવા અમારા પ્રયાસો ચાલુ છે. આપત્તિજનક ટિ્‌વટ કરાઈ હતી અમે ડિલીટ કરાવી હતી. આ પાછળ કયા કારણો છે તે અમે ચેક કરી રહ્યાં છે. જાે રાજકીય કારણોથી હેક થયુ હશે તો અમે ફરિયાદ કરીશું.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ સોશિયલ પર સારું પરફોર્મ કરી રહી છે. ચૂંટણી પર અમે ગુજરાતની જનતાનો અવાજ પહોંચાડી રહ્યાં છે. તેથી લાખો કરોડો લોકો સોશિયલ મીડિયા પર જાેડાયેલી છે. તેથી લોકો સુધી આ વાત ન પહોંચે તરાપ મારવા એકાઉનટ હેક કરાયુ હોઈ શકે.

પરંતુ સાચા કારણો સાચા નહિ આવે ત્યા સુધી કંઈ કહેવુ મુશ્કેલ છે. સાચુ જાણવા મળશે તો ફરિયાદ કરીશું. કોંગ્રેસ હાલ ચૂંટણી લક્ષી શું કામગીરી કરી રહી છે, શું વાયદા અને વચન આપશે તેની વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. લોકો સુધી પહોંચતા અટકાવવા આવુ કરાયુ હોઈ શકે.

ઉલ્લેખનીય એક મહિના પહેલા નેશનલ કોંગ્રેસની યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ હતી. પાર્ટી તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. જેન બાદ કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ બંને સાથે સંપર્ક સાધ્યો અને પોતાની ચેનલને ફરીથી રીસ્ટોર કરવા કહ્યુ હતું. અગાઉ પણ દેશના અમુક નેતાઓના ટ્‌વીટર એકાઉન્ટ હેક થવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ટિ્‌વટર એકાઉન્ટ હેક થયાની ઘટના શોકિંગ છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.