Western Times News

Gujarati News

મંદિરમાં સાયરન વાગતા જ લોકો 1:30 કલાક માટે બંધ કરી દે છે મોબાઈલ-ટીવી

ડોઢ કલાક બાદ એટલે કે રાત્રે બીજાે અલાર્મ વાગે છે, ત્યારબાદ લોકો ફરીથી તેમના મોબાઈલ અને ટીવીની સ્વીચ ચાલુ કરી દે છે

સ્થાનિક મંદિરમાં સાંજે ૭ વાગ્યે સાયરન વાગે છે

સાંગલી,ડિજિટલ દુનિયાના આ યુગમાં મોબાઈલ અને ઈન્ટરનેટે લોકોની જીવન બદલી દીધું છે. કલાકોના કામ હવે મિનિટમાં થઈ રહ્યા છે. ઘરે બેઠા અભ્યાસથી લઈને ઓફિસ અને બેકિંગ. બધુ જ આજે એક ક્લિકમા સંભવ છે. પરંતુ સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો તેમના મિત્રો અને પરિવારજનોથી અલગ થઈ રહ્યા છે. લોકો કલાકો સુધી મોબાઈલ અને ટીવી પર સમય વિતાવે છે.

એવામાં મહારાષ્ટ્રમાં સાંગલીના એક ગામ દ્વારા ડિજિટલ દુનિયાના નકારાત્મક પ્રભાવથી બચવા માટે એક અનોખી રીત અપનાવવામાં આવી છે. ગામના લોકો ડોઢ કલાક માટે તેમના મોબાઈલ, ટીવી અને બીજા ગેજેટ્‌સને બંધ કરી દે છે. આ માટે મંદિરમાંથી સાયરન વગાડવામાં આવે છે. મોબાઈલ અને ટીવી બંધ કરવાનો પ્રસ્તાવ ગામના સરપંચ વિજય મોહિતે દ્વારા રાખવામાં આવ્યો હતો.

ખાસ વાત તો એ છે કે, લોકો આ પહેલમાં સતત જાેડાઈ રહ્યા છે. આ માટે સ્થાનિક મંદિરમાં સાંજે ૭ વાગ્યે સાયરન વાગે છે. સાયરન વાગતા જ લોકો તેમના મોબાઈલ ફોન, ટીવી અને અન્ય ગેજેટ્‌સ બંધ કરી દે છે. આ દરમિયાન લોકો પુસ્તકો વાંચે છે. બાળકો તેમના અભ્યાસમાં લાગી જાય છે. આ ઉપરાંત લોકો એકબીજા સાથે સામ-સામે બેસીને વાતો કરે છે. પછી ડોઢ કલાક બાદ એટલે કે રાત્રે બીજાે અલાર્મ વાગે છે.

ત્યારબાદ લોકો ફરીથી તેમના મોબાઈલ અને ટીવીની સ્વીચ ચાલુ કરી દે છે. સરપંચ મોહિતે કહ્યુ કે, ‘કોરોના વાયરસ અને લોકડાઉન દરમિયાન ઓનલાઈન ક્લાસ હોવાને કારણે બાળકોના હાથમાં મોબાઈલ ફોન આવી ગયા હતા. જ્યારે માતા-પિતા વધારે સમય સુધી ટીવી જાેવા લાગ્યા હતા.

ફરીથી ફિજિકલ ક્લાસ શરૂ થવા પર શિક્ષકોને લાગ્યુ કે, બાળકો આળસું થઈ ગયા છે, તેઓ ભણવા માંગતા નથી. સાથે જ વધારે પડતા બાળકો સ્કૂલના સમય પહેલા અને પછી મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતા હતા. એટલા માટે મેં ડિજિટલ ડિટોક્સના વિચાર આગળ વધાર્યો. સરપંચ મોહિતે આગળ કહ્યુ, ‘વર્તમાનમાં સાંજના ૭થી ૮.૩૦ વાગ્યાની વચ્ચે, લોકો તેમના મોબાઈલ ફોન એકબાજુ મૂકી દે છે, ટીવી બંધ કરી દે છે અને લખવા, વાંચવા અને વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલનું પાલન કરવામાં આવી રહ્યુ છે કે નહિ, તેની દેખરેખ માટે એક વોર્ડ કમિટિની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યુ, ‘મેં પહેલા ડોઢ કલાકના સમયનો પ્રસ્તાવ આપ્યો. શરૂઆતમાં, લોકો વિચારી રહ્યા હતા કે, શું મોબાઈલ અને ટીવી સ્ક્રીનથી દૂર રહેવુ સંભવ છે. સ્વતંત્રતા દિવસ પર, અમે મહિલાઓની એક ગામ સભા બોલાવી. અને એક સાયરન ખરીદવાનો ર્નિણય કર્યો. પછી આશા વર્કર, આંગણવાડી કાર્યકર, ગ્રામ પંચાયત કર્મચારી, નિવૃત શિક્ષક ડિજિટલ ડિટોક્સ વિશે જાગૃતતા લાવવા ઘરે ઘરે ગયા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.