Western Times News

Gujarati News

હવે કેન્સરના પેશન્ટોને કરાવી શકાશે ઘરે બેઠા કેમો-થેરપી

ઘરે જ કેમો-થેરપી કરી શકાય તેવી સેવા કેમોઍટહોમ જીવિકા હેલ્થકેરે શરૂ કરી-મુંબઈ સેવા ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે

અમદાવાદ, ભારતની ટોચની મોબાઇલ તબીબી સેવા આપનાર પૈકી એક કંપની જીવિકા હેલ્થકેરે કૅન્સરના દર્દીઓ માટે કેમો-થેરપીની સંભાળ ઘરે જ પહોંચાડવાના ક્ષેત્રમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. કેમોઍટહોમ‚ સેવા મુંબઈમાં શરૂ કરવામાં આવી હતી અને દર્દીઓ માટે સુરક્ષિત અને ઉચ્ચ-ગુણવત્તાવાળી કૅન્સર સંભાળને તે સક્ષમ બનાવશે.

કેમો-થેરપીનો નુસખો કૅન્સર નિષ્ણાત દ્વારા બનાવવામાં આવશે અને એમબીબીએસ ડૉક્ટરની સઘન દેખરેખ હેઠળ તાલીમબદ્ધ નર્સ દ્વારા આપવામાં આવશે. હૉસ્પિટલ જેવું જંતુરહિત વાતાવરણ બનાવીને ઘરે કરાતી આ પ્રક્રિયા દરમિયાન સલામતીના તમામ ધોરણોનું પાલન કરવામાં આવશે.

સર્વોચ્ચ સગવડ ધરાવતી ઘરે અપાતી આ સેવા સંબંધિત સારવારનો ખર્ચ ઓછો હશે (હૉસ્પિટલના કેમો-થેરપી બિલમાં ૨૦%-૨૫% સુધીની બચત) અને તે દર્દીઓ અને પરિવારની સંભાળ રાખનારાઓને તેમના મુશ્કેલ સમયમાં ખૂબ જ જરૂરી રાહત આપશે.

આ સેવાના નવપ્રસ્થાન પ્રસંગે જીગ્નેશ પટેલ – જીવિકા હેલ્થકેરના સ્થાપક અને સીઈઓએ કહ્યું’ કેમોઍટહોમ ના અમારા નવીન ખયાલ સાથે અમે કૅન્સરના દર્દીઓને તેમના ઘરઆંગણે કેમો-થેરપી લઈ જઈને સેવા આપવા ઈચ્છીએ છીએ. અમે આરોગ્ય સંભાળ સંબંધિત પર્યાવરણ તંત્રને મજબૂત બનાવવાના સમર્થક બનવા માંગીએ છીએ

અને ભારતમાં જે રીતે કૅન્સર સંબંધિત સંભાળ આપવામાં આવે છે તે બદલવા માંગીએ છીએ. ચિકિત્સકીય સેવા મેળવવા માટે અને નિયમિત ફૉલો-અપ સત્રો માટે વારંવાર હૉસ્પિટલમાં દાખલ થવાની મુશ્કેલી વિના અમારી સેવા દર્દીઓને કેમો-થેરપી મેળવવાનું ચાલુ રાખવા માટે સક્ષમ બનાવશે.’

તેમણે વધુમાં ઉમેર્યું ‘સુરક્ષા અને ગુણવત્તાયુક્ત સંભાળના ભાગ રૂપે અમારા કૅન્સર નિષ્ણાતો દ્વારા જોખમના વિગતવાર વિવિધ સ્તરો બનાવવામાં આવશે અને દર્દીઓને અમારા પાત્રતાના માપદંડો અનુસાર કેમોઍટહોમ હેઠળ સેવા આપવામાં આવશે. ઉદાહરણ તરીકે‚

એવા દર્દીઓ કે જેમણે સફળ કેમો-થેરપીના પ્રથમ બે ચક્ર કોઈપણ અણધારી પરિસ્થિતિ વિના મેળવ્યા છે અને જેમનો હૃદય રોગનો ગંભીર ઈતિહાસ નથી તેઓ આ સેવામાં સમાવિષ્ટ થવા માટેના અમારા પાત્રતાના માપદંડ હેઠળ આવે છે.

આ સેવામાં સમાવેશ ન કરવાના અમારા માપદંડોમાં પેટ અને આંતરડાંનું કૅન્સર‚ રક્તનું કૅન્સર‚ જેમને એવા વિવિધ રોગો થયા હોય જેની સારવાર ખૂબ જ જટિલ હોય‚ જેમના હૃદયના ડાબા ક્ષેપકની પમ્પ કરવાની ક્ષમતા ૪૫% ઓછી હોય (લેફ્ટ વેન્ટ્રિક્યુલર ઇજેક્શન ફ્રેક્શન)

અને સાથે હૃદયના રોગોની સમસ્યાઓ હોય‚ ફેફસાની વિકૃતિઓ હોય‚ છેલ્લા સ્ટેજના મૂત્રપિંડના રોગો હોય જેના માટે મેન્ટેનન્સ હોમો ડાયલિસિસની જરૂર હોય અને જેઓને કૅન્સર નિષ્ણાત દ્વ્રારા અટકાવવામાં આવ્યા હોય તેવા દર્દીઓનો સમાવેશ થાય છે.’

જીવિકા હેલ્થકેરના મેડિકલ ઓફિસર ડૉ. અરમાન ખાને જણાવ્યું‚ ‘કૅન્સર એ દર્દી માટે શારીરિક અને ભાવનાત્મક રીતે કંટાળાજનક બીમારી છે. તેમના ઘરના વાતાવરણમાં અને તેમના પરિવારજનો અને પ્રિયજનોની વચ્ચે કેમો-થેરપી મેળવવાથી દર્દીઓને ઝડપથી સાજા થવામાં મદદ મળશે કારણ કે તે દર્દીના સારવારના દૃષ્ટિકોણ પર હકારાત્મક અસર કરશે. જીવિકા હેલ્થકેર દ્વારા કેમોઍટહોમ સેવા દર્દીના ઘરે કટોકટીના સમયે ઉપયોગ કરવા માટેની દવાઓ અને ઉપકરણો સાથે એમબીબીએસ ડૉક્ટર દ્વ્રારા કેમો-થેરપી અપાતી હોય તે સ્થળે જ કોઈપણ પ્રકારની કટોકટીનું નિવારણ કરાશે – હૉસ્પિટલ જેવી સલામતી સાથે સારવાર આપશે.’

ન્યાયપૂર્ણ અને સસ્તી કૅન્સર સંભાળ પહોંચાડવી એ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ આરોગ્યસંભાળ પડકારો પૈકી એક છે. કૅન્સરની સારવાર દરમિયાન માત્ર દર્દી જ નથી પીડાતા‚ ઉદાહરણ તરીકે‚ દર્દીઓએ અને તેમના પરિવારોએ દાખલ થવાની પ્રક્રિયા માટે નિયુક્ત સમયના ૨-૩ કલાક અગાઉ હૉસ્પિટલે પહોંચવું જરૂરી હોય છે‚ અને સારવાર પછી બિલિંગ અને વીમા માટે રાહ જોવામાં આખો દિવસ જાય છે. વધુ મહત્ત્વની બાબત એ છે કે ટાયર ૩, ટાયર ૪ અને ટાયર ૫ (ઓછો વિકાસ પામેલા નગરો) નગરોના દર્દીઓ સૌથી વધુ પીડાય છે કારણ કે કેમો-થેરપી ડે કેર સુવિધાઓ (દિવસ દરમિયાન કેમો-થેરપી સંભાળ સુવિધાઓ) મુખ્યત્વે ટાયર ૧ અને ટાયર ૨ મહાનગરોમાં છે.

આગામી દિવસોમાં કેમોઍટહોમ તેની સેવાઓ સાથે ગુજરાતમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. ગુજરાતમાં કૅન્સરના આંકડા જબરજસ્ત છે કારણ કે ભારતમાં કૅન્સર પ્રચલિત ટોચના ૧૦ રાજ્યોમાં તેનો સમાવેશ થાય છે. તાજેતરમાં કરાયેલો એક અભ્યાસ દર્શાવે છે કે ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષમાં કૅન્સર સંબંધિત મૃત્યુમાં ૫.૫%નો વધારો જોવા મળ્યો છે. કૅન્સરના કેસોનું વિશ્લેષણ દર્શાવે છે કે ગુજરાતમાં ૧ લાખ વ્યક્તિઓ દીઠ ૪૦-૪૪ વર્ષનાં પુરુષો અને સ્ત્રીઓમાં કૅન્સરના બનાવો ૧૦૦ થી વધીને ૭૦-૭૪ વર્ષની વયના જૂથના પુરુષો માટે ૫૦૦ અને ૬૫-૬૯ વર્ષની સ્ત્રીઓના જૂથમાં વધીને ૩૫૦ થયા હતા.

સમયાંતરે જીવિકા હેલ્થકેરની એક મહત્ત્વની સમસ્યાનું નિરાકરણ લાવવાનું લક્ષ્ય નાના નગરો સુધી પહોંચવાનું છે કારણ કે કારણ કે કેમો-થેરપી ડે કેર સુવિધાઓ (દિવસ દરમિયાન કેમો-થેરપી સંભાળ સુવિધાઓ) ટાયર ૧ અને ટાયર ૨ નગરોમાં છે અને બહુ ઓછા ટાયર ૩ નગરો માં છે. આનાથી ટાયર ૩‚ ૪ અને તેના પછીના નગરોના દર્દીઓ માટે એકંદર વેદના વધે છે કારણ કે દર્દી અને પરિવારને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેઓ સારવાર બંધ કરે છે. કરકસરયુક્ત સ્ત્રોતોનો સમાવેશ કરીને એક આદર્શરૂપ સાથે કેમોઍટહોમ સેવાઓ નાના શહેરોમાં પહોંચશે જ્યાં હાલમાં કેમો-થેરપી ડે કેર સુવિધાઓ (દિવસ દરમિયાન કેમો-થેરપી સંભાળ સુવિધાઓ) એક સ્વપ્ન છે.

કેમોઍટહોમ દ્વ્રારા ઘરે કેમો-થેરપી ઉપરાંત કૅન્સર નિષ્ણાત સાથે વિડિયો પરામર્શ‚ કૅન્સર સંભાળ માટેની સહાયક સારવારો‚ લેબોરેટરી પરીક્ષણો અને દવાઓ ઘર સુધી પહોંચાડવી જેવી કેમો-થેરપી અગાઉની અને પછીની સેવાઓનો લાભ લઈ શકાય છે. વધુ વિગતો માટે www.chemoathome.comની મુલાકાત લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.