નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં હાહાકાર
મુંબઇ, વૈશ્વિક બજારના ખરાબ મૂડથી નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં હાહાકાર મચ્યો છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ બંને પ્રમુખ સૂચકઆંક કડાકા સાથે ખુલ્યા. ૩૦ શેરવાળો બીએસઈ સેન્સેક્સ ૫૭૩.૮૯ પોઈન્ટ તૂટીને ૫૭,૫૨૫ ના સ્તરે ખુલ્યો જ્યારે ૫૦ અંકવાળો એનએસઈ સૂચકઆંક નિફ્ટી પણ ૧૭૨.૩૦ પોઈન્ટ તૂટીને ૧૭૧૫૫ ના સ્તરે ખુલ્યો.
બીજી બાજુ મંદીની આહટ અને ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દર વધારવામાં આવ્યા બાદ ગ્લોબલ માર્કેટમાં પણ ઘટાડો જાેવા મળ્યો. ડાઉ જાેન્સ શુક્રવારે ૪૮૬ અંક ઘટીને ૨૯,૫૯૦ ના સ્તરે આવી ગયો. આ ડાઉ જાેન્સનું ૨૨ મહિનાનું નીચલું સ્તર છે. જ્યારે નાસ્ડેક ૧૯૯ અંકના ઘટાડા સાથે ૧૦,૮૬૮ અંકના સ્તરે જાેવા મળ્યો. SGX માં લગભગ ૧૮૦ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો છે.
ડાઉ ફ્યૂચર્સમાં પણ લગભઘ ૧૭૦ પોઈન્ટનો ભારે ઘટાડો જાેવા મળ્યો છે. ટોપ ગેઈનર્સમાં એચયુએલ, નેસ્લે, બ્રિટાનિયા, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસના શેર સામેલ છે. ટોપ લૂઝર્સમાં પાવર ગ્રિડ કોર્પ, હિન્દાલ્કો, એપોલો હોસ્પિટલ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝૂકી, એમશ્એમ, એનટીપીસીના શેર જાેવા મળી રહ્યા છે.HS1MS