Western Times News

Gujarati News

પાવાગઢ મહાકાળી મંદિરમાં બે લાખ જેટલા દર્શનાર્થીઓ ઉમટ્યા

પાવાગઢ, મહાકાળી મંદિર ખાતે પ્રથમ નવરાત્રીના પરોઢિયે જ બે લાખ જેટલા દર્શનાર્થીઓ ઉમટ્યા. પરોઢિયે પાંચ કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. વહેલી સવારથી જ દર્શનાર્થીઓની વિશાળ હાજરી જાેવા મળી.તાજેતરમાં મંદિર નવિન કરણ થતાં શ્રધાળુઓ રોજના ૫ લાખની સંખ્યામાં આવશે તેવી શકતાઓ સેવાઈ રહી છે.

જેને લઇને તંત્ર દ્વારા ૫ લાખ ભક્તો એક દિવસ માતાજીના દર્શન સહેલાઇથી કરી શકે તેવા આયોજન કરી દેવામાં આવ્યું છે.નવરાત્રિમાં ૫૦ લાખ કરતાં વધુ શ્રધાળુંઓ માતાજીના દર્શન કરશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે..

પાવાગઢ ટ્રસ્ટ દ્વારા મંદિરના કપાટ રાતના ૦૮ઃ૦૦ વાગે બંધ થયા બાદ પણ રોપ-વે ની સુવિધા રાતના ૧૦:૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.આ વખતે માતાજીના નોરતામાં ૬૦ ટન સુખડીનો પ્રસાદ વેચાશે તેવી શક્યતાઓ સાથે તૈયારીઓ પૂર્ણ.મંદિર ટ્રસ્ટ, વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.