Western Times News

Gujarati News

નવરાત્રીના પ્રથમ દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો

નર્મદા, નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો છે. આ સિઝનમાં બીજીવાર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૬૭ મીટરે પહોંચી છે.

નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા ડેમની જળ સપાટી વધતા લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે. નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.

ઉપરવાસમાંથી ૮૪૦૭૨ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે સિઝનમાં બીજી વાર નર્મદા ડેમ ૧૩૮.૬૭ મીટરે પહોંચ્યુ છે. નોંધનીય છે કે, ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. નર્મદા ડેમ ૧૦૦ ટકા ભરાયો છે. જેનાથી ત્યાંનો નજારો જાેવા જેવો થયો છે.

નર્મદા નદીમાં કુલ ૮૩૫૪૨ કયુએક પાણીની જાવક થઇ રહી છે. આવક કરતા જાવકનું પ્રમાણ ઓછું છે. આરબીપીએચ સીએચપીએચના તમામ પાવર હાઉસ ચાલુ છે. જેના કારણે, રોજનું ૩ કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઇ રહ્યુ છે.

નોંધનીય છે કે, ૧૫મી સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટ પ્રથમવાર ૧૩૮.૬૮ મીટરે પહોંચી હતી. જેથી નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને નીરની પૂજા કરી હતી. નર્મદા નિગમ દ્વારા મા નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણ પાસેથી પણ ડેમ પર કઈ જગ્યાએ પૂજાવિધિ કરવીએ અંગે જાણકારી પણ લઈ લીધી હતી. જેથી સીએમ પટેલે ત્યાં જ સંપૂર્ણ વિધિ કરી હતી.

સંપૂર્ણ ડેમ ભરાયાના આગલા દિવસે ઉપરવાસમાંથી ૨,૨૩,૩૦૮ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના પગલે હાલ ૧૦ દરવાજા ખોલવાની ફરજ પડી છે.

મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક ૨,૨૩,૩૦૮ ક્યુસેક થઈ રહી હતી. ત્યારે બુધવારે સવારે ૧૦ દરવાજા ૧.૩૦ મીટર ખોલી ૧,૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સવારે ૧૦ કલાકે ૧૦ દરવાજા ખોલીને નર્મદા નદીમાં કુલ ૧,૫૦,૦૦૦ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતુ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.