Western Times News

Gujarati News

ઝઘડિયાના દઢેડા અને પાણેથા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

૧૮૯ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ૨૯ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

(વિરલ રાણા) ભરૂચ,ઉમલ્લા પોલીસે પાણેથા ગામેથી ૨૫૨ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા ૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઝઘડિયા તાલુકાના દઢેડા તથા પાણેથા ગામેથી બે અલગ અલગ છાપા મારી દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.

બંને સ્થળોએથી મળી ૪૪૧ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા ૫૯ હજાર જેટલાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.ઝઘડિયા પોલીસને ગતરોજ બાતમી મળી હતી કે તાલુકાના દઢેડા ગામે રહેતો રવિ સરાદ વસાવા તેના ઘરમાં ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે,બાતમીના આધારે ઝઘડિયા પોલીસે તેના ઘરે રેડ કરતા તેના ઘરેથી હાજર મળી આવેલ ન હતો.

તેના ઘરની આજુબાજુમાં તપાસ કરતા ખુલ્લા મેદાનમાં ઘાસ ચાળામાં અલગ અલગ જગ્યામાં પ્લાસ્ટિકની થેલીઓમાં ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી હતી.ઝઘડિયા પોલીસે રવિ સરાધ વસાવાના ઘરની આજુબાજુ માંથી ૧૮૯ નંગ નાની મોટી દારૂની બોટલ જપ્ત કરી હતી.ઝડપાયેલ દારૂની કિંમત રૂપિયા ૨૯ હજાર જેટલી થાય છે.

ઝઘડિયા પોલીસે રવિ સરાધ વસાવા રહે.દઢેડા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.વિદેશી દારૂ ઝડપવાની બીજી ઘટનામાં ઉમલ્લા પોલીસ મથકના વિસ્તારમાં ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે પાણેથા ગામનો રસિક ઉર્ફે ટીનો રામસંગ વસાવા વિદેશી દારૂ લાવી તેનું વેચાણ કરે છે.

એલસીબીએ તેની છાપા મારી દરમિયાન ૨૫૨ નંગ વિદેશી દારૂની નાની મોટી બોટલો જપ્ત કરી હતી.જેની અંદાજિત કિંમત રૂપિયા ૩૦ હજાર જેટલી થાય છે.ભરૂચ એલસીબી એ રસિક ઉર્ફે ટીનો રામસંગ વસાવા રહે.પાણેથા તથા વોન્ટેડ દશરથ વસાવા રહે.ઘાટા તા.નાંદોદ વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.