Western Times News

Gujarati News

અકસ્માત વખતે પહોંચેલી 108ના કર્મચારીઓને મળેલા રૂપિયા પ્રમાણિકતાથી પરત કર્યા

9 લાખ અને મોબાઈલ
કપડવંજ પંથકમાં અકસ્માત વખતે પહોંચેલી 108 ના કર્મચારીઓને મળેલા રૂપિયા પ્રમાણિકતાથી પરત કર્યા
ઇજાગ્રસ્ત વ્યક્તિએ ઇશારા થી ડેકી ખોલવાનું કીધું અને તે ખોલી તો રૂપિયા 9 લાખ નજરે પડ્યા
આજના યુગમાં પ્રમાણિતતાના દીવડા હજી પણ ટમટમી રહ્યા છે બનાવ છે 108 ના કર્મચારીઓનો.. કપડવંજ પંથકમાં 108 ની સેવા દર્દીઓ સુધી પહોંચાડનાર બે યુવાનોએ અકસ્માત ગ્રસ્ત એકટીવા માંથી મળેલા રૂપિયા 9 લાખ અને મોબાઈલ સલામત રીતે સાચવીને તેના પરિવારને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે
અંગે મળતી માહિતી મુજબ ઈમ્તિયાજ અલી સૈયદ રહે  દહીંઅપ (કપડવંજ)ના વતની છે. અને 108 માં પાયલોટ તરીકે સેવા આપે છે આ 108 માં કેશરી સિંહ ઈમરજન્સી સારવાર આપ છે આજે વહેલી સવારે 06:05 ને  હલધરવાસ108 એમ્બ્યુલન્સ ને કપડવંજ પંથકમાં આંબા હોટેલ ચાંદીયેલ,સર્વિસ રોડ એકસીડન્ટ નો કેસ મળ્યો હતો.
હલધરવાસ 108 હાજર સ્ટાફ કેશરીસિંહ ઝાલા તથા પાયલોટ ઈમ્તિયાઝ સૈયદભાઈ તાત્કાલિક કેસ મળતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ત્યાં જતાં માલુમ પડ્યું કે એક કાકા એકટીવા પર કાબુ ગુવાવતા પડી ગયા હતા,તેમને  માથામાં ઇજા થઇ હતી, ચક્કર આવતા હતા, સ્થળ ઉપર જઈને દર્દીને ચેક કરી એમ્બ્યુલન્સ માં લીધા હતા અને દર્દીએ એકટીવા ની ડીકી માં રૂપિયા હોવાનું ઇશારાથી જણાતા આ પૈસા ભરેલી થેલી તેમને સલામત રીતે લઈ લીધી હતી.
પ્રથમ તો દર્દી ને તાત્કાલિક  108  માં એમ્બ્યુલન્સમાં લઇ જઇ ઓઢવ અમદાવાદ ની CUH હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવેલ હતા.  અને  એમની થેલી માંથી મળેલ  રૂપિયા નવ લાખ પંદર હજાર રૂપિયા રોકડા અને  એક સ્માર્ટ ફોન આશરે દસ હજાર ની કિંમતનો બધી વસ્તુ  સાચવી ને તેમના દીકરા જયેશભાઇ તથા હોસ્પિટલ સ્ટાફ ની સામે એમને આપી દીધું હતું, આમ 108 ના કર્મચારીઓએ પ્રમાણિતતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.