Western Times News

Gujarati News

અંકલેશ્વરની યુનિયન બેંકમાં થયેલી લૂંટમાં મુખ્ય આરોપીને આસરો આપનાર ઈસમ ઝડપાયા

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દહાડે પાંચ જેટલા લૂંટારુઓએ હથિયારો સાથે ત્રાટકી રૂ.૪૪ લાખ ઉપરાંતની લૂંટ કરીને ફરાર થવા જતાં હતા.જાેકે પોલીસકર્મીની સાહસના કારણે ગણતરીના કલાકોમાં જ ૮ આરોપીઓને ઝડપી પાડીને લૂંટમાં ગયેલા રૂ.૩૭.૭૯ લાખ રિકવર કર્યા હતા.જાેકે આ ઘટનામાં એક વોન્ટેડ આરોપીને આસરો આપનાર બે ઈસમો પૈકી એક ઈસમને ઝડપી પાડીને તેની પાસેથી રૂ.૧.૪૦ લાખ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અંકલેશ્વરના પીરામણ સર્કલ પાસે ૪ ઓગષ્ટ ૨૦૨૨ ના રોજ ધોળે દિવસે પાંચ જેટલા બુકાની ધારી લૂંટારુઓ ત્રાટકયા હતા.આ લૂંટારુઓએ બેંકના કર્મચારી સહિત ગ્રાહકોને બંધક બનાવીને બેંકના કેસ રૂમમાંથી ઠેલાઓ ભરીને રૂ.૪૪ લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.આ સમયે બેંકની બહાર ઉભેલા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહના સાહસથી તેણે લાકડીથી લૂંટારુઓને પડકારતા ભાગમ ભાગમાં લૂંટારુઓના હાથ માંથી એક બેગ છૂટી ગયું હતું.

જાેકે આ અંગે ધર્મેન્દ્રસિંહે પોલીસ વિભાગને જાણ કરતા ન્ઝ્રમ્, ર્જીંય્ સહિતની ટીમોએ પણ લૂંટારોને આતરતા થયેલા ફાયરિંગમાં એક આરોપીને ગોળી વાગી હતી.જાેકે અન્ય ઈસમો ફરાર થઇ જતા પોલોસે રાત્રીના કરેલા કોમ્બિગમાં લૂંટારુઓ સારંગપુરથી ઝડપાઈ ગયા હતા.પોલીસે તેમની પાસેથી લૂંટના રૂ.૩૭.૭૯ લાખ કબ્જે કરીને આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

ત્યાર બાદ આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ આર.એચ.વાળાને સોંપવામાં આવી હતી.આ ગુનામા મુખ્ય આરોપી દિવાકર ઉર્ફે ડીસ્કો પકડવાનો બાકી હોય તેણે લુંટ કર્યા બાદ તેના મિત્ર સાહુલ મંડલ તથા શ્રીરામ મંડલએ આશરો આપ્યો હતો.જે અંગેની પોલીસ માહિતી મળતા પી.એસ.આઈ એ.એસ.ચૌહાણ સહિતના પોલીસ સ્ટાફે તે સ્થળ પર તપાસ કરતાં આરોપી શ્રીરામ મંડલ મળી આવ્યો હતો.

પોલીસે તેની પાસેથી લુટમાં ગયેલા રોકડ રૂપિયા ૧.૪૦ કબ્જે કર્યા હતા.જ્યારે આ ગુનાનો મુખ્ય આરોપી દિવાકર ઉર્ફે ડીસ્કો લુંટ કર્યા બાદ સાહુલ સાથે શ્રીરામ મંડલના રૂમમાં રોકાયેલ બાદમાં આરોપી સાહુલ આ ગુનાના મુખ્ય આરોપી દિવાકરને વાપી મુકવા ગયો હતો તે હકીકત ધ્યાને આવેલ છે.આ ગુનાના આરોપી દિવાકર તથા સાહુલને પકડવાની કાર્યવાહી હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.