વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી ખેડા દ્વારા જિલ્લાના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ બ્લડ બેંક હોલ ખાતે મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને સન્માન સમારોહ ડૉ.રમીઝ વહોરા ના અધ્યક્ષતામાં યોજાયો હતો અતિથી વિશેષ પ્રો.અશોકભાઈ પંડ્યા પીપલ્સ બેંકના એમ.ડી હબીબભાઈ શાકભાજી , પ્રમુખ મુઝમ્મીલખાન પઠાણ તથા મુસ્લિમ અગ્રણીઓ ના હસ્તે એવોર્ડ અને સન્માન પત્ર એનાયત કરીને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવેલ , અકસ્માત માં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હોવાં છતાં નિરાશ કે નર્વસ થયા વિના સંઘર્ષ કરી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર મુશ્કાન શેખનું સન્માન કરવામાં આવ્યું હતુ.
સમાજના આગેવાનો સર્વ યુનુસઅલી મોમીન , મુસ્તુફાખાન પઠાણ વકીલ મજીદજીદખાન પઠાણ (મ્યુ.કાઉન્સીલર ), હસનમીયા શેખ નિવૃત્ત મામલતદાર ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન પૂરું પાડેલ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સલીમભાઈ ડુચ , તન્સીમ મલેક , રુકનુદીન કાદરી , અસ્લમભાઈ શેખ , ઈમ્તિયાઝ વૈધ , મયુદીન મોમીન , હફીઝભાઈ મલેકે સરાહનીય કામગીરી કરી હતી.