Western Times News

Gujarati News

યુવા ખેડબ્રહ્મા દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત ઇડર તથા વડાલીના ગામડાઓમાં દીકરીઓને કપડાં વિતરણ કરાયા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, યુવા ખેડબ્રહ્મા દ્વારા ખેડબ્રહ્મા શહેર, તાલુકા તથા જિલ્લા ક્ષેત્રે પણ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગઇ ભાદરવી પૂનમે પણ ખેડબ્રહ્મા શહેરમાં લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે પાંચ દિવસ માટે પદયાત્રીઓ માટે નાસ્તો, જમવાનું તથા મેડિકલ કેમ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન સપ્તાહ અન્વયે સાબરકાંઠા જિલ્લાના ઈડર તથા વડાલી તાલુકાના ગોરલ, લક્ષ્મણ ગઢ, ચોટાસણ વિગેરે ગામોની પ્રાથમિક શાળાની દીકરીઓને કપડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુવાના બ્રિજેશભાઈ બારોટ તથા અન્ય સદસ્યો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.