અયાન મુખર્જી બ્રહ્માસ્ત્રના આગામી બન્ને ભાગમાં Part-1 ની ભૂલ સુધારશે
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો પ્રથમ ભાગ 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ અને બોયકોટના વંટોળ વચ્ચે પણ બોક્સ ઓફિસ પર પ્રમાણમાં સારી કમાણી કરી છે. ફિલ્મ જાેયા પછી લોકો તેના આગામી ભાગની ચર્ચા કરી રહ્યા છે.
અયાન મુખર્જી અને ફિલ્મના એક્ટર્સ પણ આગામી બન્ને ભાગ વિશે વાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના VFXના ખૂબ વખાણ થયા છે, પરંતુ ડાયલોગ અને સ્ટોરીની સમીક્ષકોએ પણ ટીકા કરી છે. લોકોનું માનવું છે કે ફિલ્મના ડાયલોગ લખવામાં મેકર્સે વેઠ ઉતારી છે.
અને આ ભૂલ ડાઈરેક્ટર અયાન મુખર્જીએ સ્વીકારી પણ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના ડાયલોગની સાથે સાથે આલિયા ભટ્ટના પાત્ર ઈશા દ્વારા આખી ફિલ્મમાં શિવાના નામની બૂમો પાડવામાં આવી તેની લોકોએ ટીકા કરી અને મીમ્સ પણ ખૂબ બન્યા.
આલિયા, રણબીર અને અયાને જણાવ્યું કે તેઓ આ તમામ મીમ્સ અને લોકોના રિએક્શન જાેઈ રહ્યા છે. આ સિવાય અયાને જણાવ્યું કે, તેને પોતાને આ પ્રકારની આદત છે. તે વાત કરતી વખતે સામે વાળી વ્યક્તિનું નામ અવારનવાર લેતો હોય છે. અયાને દલીલ કરી કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તમને તેનું નામ લેવાનું ગમે છે અને આ જ કારણોસર ઈશા વારંવાર શિવા શિવા કરે છે.
બ્રહ્માસ્ત્રના આગળના ભાગ વિશે વાત કરતાં અયાને જણાવ્યું કે, આ એક મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ છે અને ફિલ્મ બનાવવાનો અનુભવ ઘણો પડકારજનક હતો. અમે Part-2 માં પણ આ જ ગુણવત્તા જાળવી રાખીશું પણ વધારે સારા ડાયલોગ રાખીશું અને સ્ટોરીટેલિંગને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરીશું.
સિક્વલ બનાવવામાં હજી ૨-૩ વર્ષનો સમય લાગી શકે છે. અમે તમને આવતા જ વર્ષે બીજાે ભાગ આપી શકતા તો ઘણું સારુ હતું, પરંતુ તે લગભગ અશક્ય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક વાતચીત દરમિયાન અયાન મુખર્જીએ જણાવ્યુ હતું કે, આ એક લવ સ્ટોરી છે અને શિવાને પોતાના પ્રેમના માધ્યમથી શક્તિ મળે છે.
પરંતુ Part-2 દેવ વધારે રસપ્રદ હશે અને તેમાં ઘણાં કોન્ફ્લિક્ટ જાેવા મળશે. તેમાં ડ્રામા વધારે હશે. અને પાર્ટ ૩માં તેનાથી વધારે કોન્ફ્લિક્ટ જાેવા મળશે. તમને જણાવી દઈએ કે અયાન મુખર્જીએ આ ફિલ્મ પાછળ ૧૦ વર્ષ આપ્યા છે. ફિલ્મમાં આલિયા અને રણબીર સિવાય અમિતાભ બચ્ચન, મૌની રૌય અને નાગાર્જુન મહત્વના રોલમાં જાેવા મળ્યા હતા. દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનનો પણ કેમિયો હતો, જે લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.SS1MS