Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઈલ (ડ્રીમ) સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરશે.

Surat Dreamcity gate

સુરતમાં પ્રધાનમંત્રી મોદી- 3400 કરોડ રૂ. કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને સમર્પિત કરશે. તેમાં પાણી પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, ડ્રીમ સિટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસ કાર્યો જેવા કે જાહેર માળખાકીય સુવિધા, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોના તબક્કા-1 અને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઈલ (ડ્રીમ) સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરશે.

ડ્રીમ સિટી પ્રોજેક્ટ સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસને પૂરક બનાવવા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માગને પહોંચી વળવાના વિઝન સાથે શરૂ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રીડો.હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધી 87 હેક્ટરથી વધુ વિસ્તારમાં બનેલા જૈવવિવિધતા પાર્કનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે ખોજ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે. બાળકો માટે બનેલ, મ્યુઝિયમમાં ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, પૂછપરછ-આધારિત પ્રવૃત્તિઓ અને જિજ્ઞાસા-આધારિત સંશોધનો હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.