કપડવંજ પંથકમાં અકસ્માત વખતે પહોંચેલી ૧૦૮ ના કર્મચારીઓને મળેલા રૂપિયા પ્રમાણિકતાથી પરત કર્યા
(પ્રતિનિધિ) નડિયાદ, આજના યુગમાં પ્રમાણિતતાના દીવડા હજી પણ ટમટમી રહ્યા છે બનાવ છે ૧૦૮ ના કર્મચારીઓનો.. કપડવંજ પંથકમાં ૧૦૮ ની સેવા દર્દીઓ સુધી પહોંચાડનાર બે યુવાનોએ અકસ્માત ગ્રસ્ત એકટીવા માંથી મળેલા રૂપિયા ૯ લાખ અને મોબાઈલ સલામત રીતે સાચવીને તેના પરિવારને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે
અંગે મળતી માહિતી મુજબ ઈમ્તિયાજ અલી સૈયદ રહે દહીંઅપ (કપડવંજ)ના વતની છે. અને ૧૦૮ માં પાયલોટ તરીકે સેવા આપે છે આ ૧૦૮ માં કેશરી સિંહ ઈમરજન્સી સારવાર આપ છે આજે વહેલી સવારે ૦૬ઃ૦૫ ને હલધરવાસ૧૦૮ એમ્બ્યુલન્સ ને કપડવંજ પંથકમાં આંબા હોટેલ ચાંદીયેલ,સર્વિસ રોડ એકસીડન્ટ નો કેસ મળ્યો હતો.
હલધરવાસ૧૦૮હાજર સ્ટાફ કેશરીસિંહ ઝાલા તથા પાયલોટ ઈમ્તિયાઝ સૈયદભાઈ તાત્કાલિક કેસ મળતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ત્યાં જતાં માલુમ પડ્યું કે એક કાકા એકટીવા પર કાબુ ગુવાવતા પડી ગયા હતા,તેમને માથામાં ઇજા થઇ હતી, ચક્કર આવતા હતા.
સ્થળ ઉપર જઈને દર્દીને ચેક કરી એમ્બ્યુલન્સ માં લીધા હતા અને દર્દીએ એકટીવા ની ડીકી માં રૂપિયા હોવાનું ઇશારાથી જણાતા આ પૈસા ભરેલી થેલી તેમને સલામત રીતે લઈ લીધી હતી આમ ૧૦૮ ના કર્મચારીઓએ પ્રમાણિતતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.