Western Times News

Gujarati News

અમદાવાદની મોટાભાગની સ્કૂલોએ રિસેસમાં કેમ્પસ છોડવા પર મૂક્યો પ્રતિબંધ

અમદાવાદ, સ્કૂલોમાં રિસેસમાં બાળકો કેમ્પસમાંથી બહાર જઈ શકતા હતા અને આંટાફેરા કરી શકતા હતા. જાે કે, અંગે ધીમે-ધીમે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

અમદાવાદની મોટાભાગની સ્કૂલો ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલી સ્કૂલોના સંચાલકોએ રિસેસ દરમિયાન બાળકોને કેમ્પસ બહાર જવા દેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને ફોસલાવી અને પટાવીને ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે, ત્યારે પોતાની સ્કૂલના બાળકો સાથે આવી ઘટના ન બને તેની સાવચેતીના ભાગરૂપે ર્નિણય લેવાયો છે.

આટલું જ નહીં કેમ્પસના મુખ્ય દ્વાર પર સુરક્ષા પણ કડક બનાવવામાં આવી છે. સ્કૂલે લેવા-મૂકવા આવતા વાલીઓને યોગ્ય ચકાસણી કર્યા બાદ જ બાળકો સોંપવામાં આવે છે. હાલમાં જ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક જ રાતમાં બે બાળકો ઉઠાવી ગયા હોવાની ઘટના બની હતી.

જાે કે, સ્થાનિક મહિલાઓએ તરત જ શખ્સોને પકડી પાડ્યા હતા અને માર માર્યો હતો. આ ઘટના બાદ ખાસ કરીને કોટ વિસ્તારમાં અરાજકતા ફેલાઈ છે. સ્થાનિક અખબાર નવગુજરાત સમયના રિપોર્ટ પ્રમાણે, બાળકો ઉઠાવી જવાની વાતો વચ્ચે વાલીઓએ સ્કૂલોએ જઈને રજૂઆત કરી હતી અને તેમના બાળકોની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવાનું કહ્યું હતું.

સ્કૂલોએ કેમ્પસ બહાર જવા પર પ્રતિબંધ મૂકતાં બાળકોએ હવે નાસ્તો પોતાના વર્ગખંડમાં બેસીને જ કરવાનો રહેશે. આટલું જ નહીં ધી ન્યૂ નવરંગ સ્કૂલ, એ-વન હાઈસ્કૂલ તેમજ જમાલપુરની અંજુમન સહિતની સ્કૂલોએ હાફ-ડે આપવાનું પણ બંધ કર્યું છે. વાતચીત કરતાં ધી ન્યૂ નવરંગ સ્કૂલના સંચાલક ડૉ. ઈરાફન અરબે જણાવ્યું હતું કે ‘બાળકો ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાની વાતો બાદ બાળકોની સલામતી માટે વિદ્યાર્થીઓને રિસેસમાંથી બહાર જતા બંધ કરાયા છે.

બાળકોએ વર્ગખંડમાં જ બેસી રહેવાનું હોય છે. આ સિવાય સિક્યુરિટી પણ વધારી દેવાઈ છે. સીસીટીવી દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હાફ-ડે આપવાનું બંધ કરવામાં આવ્યું છે.

વાલીઓની પણ ઓળખની ચકાસણી કર્યા બાદ બાળકો તેમને સોંપવામાં આવે છે’. તો એ-વન સ્કૂલના સંચાલર મુનિર તિરમિઝીએ જણાવ્યું હતું કે ‘સ્કૂલ દ્વારા બાળકોની સલામતી માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જાે કોઈ અજાણી વ્યક્તિ દેખાય તો તેની પણ પકડીને પૂછપરછ કરવામાં આવે છે.

વાલીઓને પણ બાળકોને સ્કૂલે લેવા આવે ત્યારે પોતાની ઓળખ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. રિસેસ દરમિયાન બાળકો કમ્પાઉન્ડ છોડી શકતા નથી’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.