વિરપુરમાં દરીયાઈ કમીટી દ્રારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર દરીયાઈ કમીટી દ્રારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિરપુરના મહેમુદપરા ગામ ખાતે મેગા બ્લડ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું દરીયાઈ કમીટી દ્રારા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સવારના ૮ થી સાંજના ૫ વાગ્ય સુધીમાં ૭૬ યુનીટ જેટલુ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં રામાણી બ્લડ બેંક મોડાસા દ્વારા યોજાયો હતો જેમાં વિરપુર સહિતના આજુબાજુના મુસ્લિમ બિરાદરો બ્લડ ડોનેશન કર્યું હતું બ્લડ ડોનેશન મેગા કેમ્પમાં દરીયાઈ કમિટીના સલામબાપુ પીરઝાદ ,શેખ મુસ્તાકભાઈ અહેમદભાઈ,શેખ શાહીલભાઈ મુસ્તાકભાઈ,ધોરી શાહરૂખભાઈ, પીરઝાદા સુફીયાન અહેમદ,શેખ સરફરાજભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા…