ઓલપાડ તાલુકાની નઘોઇ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ
(પ્રતિનિધિ) શહેરા, ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત નઘોઇ પ્રાથમિક શાળામાં સુરત શહેરનાં હાલ કેનેડા નિવાસી મિતેશભાઇ પટેલ તરફથી તેમનાં માતૃશ્રીનાં સ્મરણાર્થે તમામ બાળકોને આકર્ષક શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે ઉપસ્થિત તેમનાં પરિવારજનો દ્વારા બાળકોને દૂધ અને વેફરનો અલ્પાહાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી. શાળાનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી મીનાક્ષીબેન પટેલે તેમની સખાવતને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.