Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકુ ઘર મળતા વડાપ્રધાનનો આાભાર વ્યક્ત કરતા બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓ

(માહિતી બ્યુરો, પાલનપુર) પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકુ ઘર મળતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માની રહ્યા છે. આ યોજનાના આંબલીયાળ ગામના લાભાર્થીશ્રી કરસનભાઈ રામજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે મારે પહેલા પતરાવાળું જૂનું ઘર હતું તેથી વરસાદમાં બહુ તકલીફ પડતી હતી.

હવે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે એટલે મેં નવું મકાન બનાવ્યું છે. સરકારે આ મકાન બનાવવાની સહાય આપતા હવે હું મારા પરિવાર સાથે નવા મકાનમાં રહું છું એટલે વરસાદની ઋતુમાં કોઇપણ પ્રકારની તકલીફ પડતી નથી.

શ્રી કરશનભાઇએ કહ્યું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માનું છું કે અમને આવું સરસ ઘર બનાવવા માટે સહાય આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેરવાડા ગામના લાભાર્થીશ્રી અમથીબેન સુરાજી ચૌહાણે જણાવ્યું કે, અમારું જૂનું નળીયાવાળું મકાન હતું.

સરકારે અમને ધાબાવાળુ પાકુ મકાન બનાવવા સહાય આપી છે તે બદલ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર માનું છું.
વડગામ તાલુકાના પીલુચા ગામના લાભાર્થીશ્રી વિજયકુમાર લાલજીભાઈ રામાન્સીએ જણાવ્યું કે, પહેલાં હું ભાડાના મકાનમાં રહેતો હતો તે સમયે મને ખૂબ જ તકલીફ પડતી હતી.

હાલ મને સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. જેનાથી હું મારા પરિવાર સાથે સુખ-ચેનથી રહી શકું છું, આ યોજનાથી હું ખૂબ સંતુષ્ટ છું, સરકારશ્રીની આવી યોજનાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પીલુચા ગામના જ બીજા લાભાર્થીશ્રી જગદીશકુમાર ચેલાભાઈ પરમારે જણાવ્યું કે, પહેલાં પતરાના કાચા મકાનમાં રહેતો હતો.

એટલે ચોમાસામાં ઘરમાં પાણી ટપકતું હતું. પછી મેં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હતું એમાં મને રૂ. ૧,૨૦,૦૦૦ મળ્યા તેથી હું ધાબાવાળું સરસ ઘર બનાવી શક્યો છું અને સુખ, શાંતિથી ફેમિલી સાથે હળીમળીને રહું છું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મેં લાભ લીધો છે અને ધાબાવાળું મકાન બનાવ્યું છે અને હું આદરણીય મોદી સાહેબ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.