પડદાની પાછળ પણ હું નેહા જોશીને આઈ (માતા) તરીકે બોલાવું છું: આયુધ ભાનુશાલી

આયુધ ભાનુશાલી એન્ડટીવી પર નવા ફેમિલી ડ્રામા દૂસરી મામાં કૃષ્ણાનું પાત્ર ભજવવા સુસજ્જ છે. શો 20મી સપ્ટેમ્બરથી રાત્રે 8.00 વાગ્યાથી પ્રસારિત થશે. વાર્તા ઉત્તર પ્રદેશમાં પતિ, બે પુત્રી અને સાસરિયાં સાથે રહેતી યશોદા (નેહા જોશી) આસપાસ વીંટળાયેલી છે.
તે અને તેનો પતિ અજ્ઞાત રીતે જ તેના પતિના પ્રથમ મહિલા સાથે સંબંધમાંથી જન્મેલા કૃષ્ણા (આયુધ ભાનુશાલી)ને દત્તક લે છે, જેને લીધે તેનું સુખી, શાંતિપૂર્ણ પારિવારિક જીવન થંભી જાય છે. શોમાં પતિના ભૂતકાળને સાચવી લેવાના અને તેના સાવકા પુત્ર સાથે સંઘર્ષમય કડવા સંબંધો સાથે મુખ્ય પાત્ર યશોદાના પ્રવાસને મઢી લેવામાં આવ્યો છે. આ મજેદાર ઈન્ટરવ્યુમાં આયુધ શો, તેનું પાત્ર અને પડદાની પાછળ પણ જેને આઈ (માતા) તરીકે બોલાવે છે તે નેહા જોશી સાથે નિકટવર્તી સંબંધો વિશે રસપ્રદ મુદ્દાઓ પર વાત કરે છે.
1. દૂસરી મામાં કૃષ્ણાની ભૂમિકા ભજવવા માટે કેટલો રોમાંચિત છે?
દૂસરી મા વિશે હું ભારે રોમાંચિત છું, કારણ કે એન્ડટીવી, અમારા ડાયરેક્ટર ઈમ્તિયાઝજી અને સૌથી મહત્ત્વપૂર્ણ નેહા જોશી સાથે મારો આ બીજો શો છે. અમે અગાઉ એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકર સાથે એકત્ર કામ કર્યું હતું, જ્યાં અમે માતા- પુત્રની ભૂમિકા ભજવી હતી.
આ વખતે વાર્તા સાવ અલગ છે અને તેથી અમારી વચ્ચેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી પણ અલગ છે, પરંતુ ઓફફસ્ક્રીન કેમિસ્ટ્રી અગાઉ જેવી જ છે અને અમે જયપુરમાં શો માટે શૂટિંગ સમયે મજેદાર સમય વિતાવીએ છીએ. અમારી જોડી અને ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીની બહુ સરાહના થઈ છે. તેની સાથે ફરી કામ કરવાનો મોકો મળ્યો તેથી ખુશીનો કોઈ પાર નથી અને અમે ફરી માતા- પુત્રની જોડી તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે તે અમારા નવા શો બાબતે ભારે ઉત્સુક છીએ.
2. પાત્રમાં ઊંડાણમાં ઊતરવા માટે કોઈ વિશેષ તૈયારીઓ કરવી પડી?
નિર્માણકારોએ વાર્તા અને પાત્રના સ્કેચીસ વિશે મારા વાલીઓ સાથે વિગતવાર ચર્ચા કરી, જેથી હું કૃષ્ણા વિશે વધુ શીખી શક્યો છું. વાર્તા, પાત્રો અને બોલીભાષા ઊંડાણથી સમજવા માટે વ્યાપક વર્કશોપ લેવાયા હતા, જેને લીધે ભૂમિકા માટે હું મજબૂત રીતે તૈયાર થઈ ગયો છું.
3. તું ફરી નેહા જોશી સાથે આવી રહ્યો છે. આ કેવું લાગે છે?
મને તેની સાથે ફરીથી સ્ક્રીન શેર કરવાનું બહુ સારું લાગી રહ્યું છે. તે મારું બહુ ધ્યાન રાખે છે અને મારી સારી સંભાળ પણ રાખે છે. અમે સંપર્કમાં હતાં, પરંતુ રોજ મળી શકાતું નહોતું. જોકે દૂસરી માને આભારે અમે ફરી એકબીજા સાથે ભરપૂર સમય વિતાવી રહ્યા છીએ. અમારી વચ્ચે મજબૂત જોડાણને લઈ ઓફફસ્ક્રીન પણ મને તેને આઈ (માતા) તરીકે બોલાવવાનું ગમે છે. તે આસપાસ હોય ત્યારે મારી ખુશીનો કોઈ પાર હોતો નથી. તેની સાથે ક્યારેય કંટાળો આવતો નથી અને અમને એકબીજાનો સંગાથ ગમે છે. તેની સાથે ફરીથી કામ કરવાનું સારું લાગે છે.
4. ગુજરાતી હોઈ વાર્તા ઉત્તર પ્રદેશમાં રહેતા પરિવાર પર આધારિત હોઈ બોલીભાષા માટે કઈ રીતે પ્રેક્ટિસ કરી રહ્યો છે?
મારું હિંદી એકદમ સ્પષ્ટ છે. જોકે મારે અમુક શબ્દો પર કામ કરવું પડ્યું, જેમાં પ્રોડકશન ટીમે મને મદદ કરી. મેં ઉત્તર પ્રદેશના ઘણા લોકો સાથે તેમનું વર્તન સમજવા માટે વાતો કરી. કરિશ્માની મૂંઝવણ બતાવવા માટે હાવબાવ બહુ મહત્ત્વપૂર્ણ છે. આથી મારે ભરપૂર પ્રેક્ટિસ કરવી પડી, જેને લીધે ભાવનાઓને સુંદર રીતે મઢી લેવામાં મને મદદ થઈ છે.
5. તારાં કામ અને અભ્યાસ વચ્ચે કઈ રીતે સંતુલન જાળવે છે?
મારી શાળા બહુ મદદરૂપ થાય છે અને મને સમજી લે છે. પ્રોડકશન ટીમે પણ હું અભ્યાસ, રમત, રિહર્સલ અને શૂટ વચ્ચે આસાનીથી સંતુલન જાળવી રાખી શકું તેની કાળજી રાખી છે. શાળા પણ એસાઈનમેન્ટ્સ પૂર્ણ કરવામાં અથવા કોઈ પણ શંકાનું સમાધાન કરવામાં મદદ કરે છે.
મને સેટ પર અભ્યાસ અને રમવા માટે પણ ભરપૂર બ્રેક અને સમય મળે છે. ઉપરાંત મારી માતા અને નેહા મામ મારા હોમવર્ક અને અભ્યાસમાં મને મદદ કરે છે. મારી માતા અભ્યાસક્રમ અને વિવિધ એસાઈનમેન્ટથી વાકેફ રહેવા માટે શિક્ષકો અને વાલીઓના સતત સંપર્કમાં રહે છે. હું મારા ફ્રેન્ડ્સ અને કઝિન્સ સાથે સતત સંપર્કમાં રહું છું, જેમની સાથે શૂટિંગ સમયે વિડિયો કોલ્સ પર હું કનેક્ટ થાઉં છું.
6. તારા દર્શકોને તું શું સંદેશ આપવા માગે છે?
હું ભૂતકાળમાં પણ ભરપૂર પ્રેમ આપવા માટે મારા દર્શકોનો ખૂબ ખૂબ આભારી છું. મને આશા છે કે તેઓ મારી પર અને મારા નવા શો દૂસરી મા પર તેટલો જ પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રહેશે.