Western Times News

Gujarati News

ફિલ્મ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં”ના  ટ્રેલર અને ટાઇટલ સોન્ગે મચાવ્યો હંગામો

અમદાવાદ, કરણ રાજદાન દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત બહુચર્ચિત ફિલ્મ “હિન્દુત્વ તેપ્ટર વન – મૈં હિન્દુ હૂં” 7 ઓક્ટોબર, 2022ના રોજ રીલિઝ થવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલરને એક જ દિવસમાં મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે, તો બીજી તરફ ફિલ્મનું દમદાર ટાઇટલ સોન્ગ હિન્દુત્વ હૈ ખૂબ જ પોપ્યુલર થઇ રહ્યું છે. જી મ્યુઝીક પરથી રિલીઝ આ ગીતને અત્યાર સુઘી 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે.

ફિલ્મ “હિન્દુત્વ”ના પ્રમોશનને લઇને સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહિત  છે. અભિનેતા આશીષ શર્મા, અભિનેત્રી સોનારિકા ભાદૌરિયા અને અંકિત રાજે પ્રોમોશનલ એક્ટિવિટી માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રગુણભારતના સચિન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તમામે મીડિયા સાથે ખુલ્લા મને વાતચીત કરી અને આ ફિલ્મના સબ્જેક્ટ, વાર્તા અને સંગીતને લઇને પોતાની લાગણીઓ અને અનુભવો વહેંચ્યા હતા.

ફિલ્મના પ્રોડ્યુસર સચિન ચૌધરીએ જણાવ્યું કે અમને દર્શકો પર વિશ્વાસ છે કે લોકો “હિન્દુત્વ” જોવા જરૂર જશે. તેના ટ્રેલર અને ટાઇટલ ગીત બાદ લોકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. હિન્દુત્વ એટલો ઉંડો વિષય છે કે બે-અઢી કલાકની ફિલ્મમાં તેને સમાવી શકાય નહી, તેથી તેનું નામ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં” રાખવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં જ તેનો પાર્ટ 2 પણ આવશે.

આગામી ફિલ્મ “હિન્દુત્વ” પોતાના વિષય અ ટાઇટલને લઇને ચર્ચાં રહી છે. અનૂપ જલોટાએ હિન્દુત્વમાં ન માત્ર એક ભજન ગાયુ છે, પરંતુ એક્ટિંગ પણ કરી છે.

જયકારા ફિલ્મ્સ અને પ્રગુણભારત દ્વારા નિર્મિત આ ફિલ્મ કરણ રાજદાન દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત છે. ફિલ્મમાં આશીષ શર્મા, સોનારિકા ભદૌરિયા, અંકિત રાજ, ગોવિંદ નામદેવ, દીપિકા ચિખલિયા, અનૂપ જલોટા, અગસ્ચ આનંદ, સતીશ શર્મા જેવા પ્રતિભાશાળી કલાકાર છે. ફિલ્મના નિર્માતા કરણ રાજદાન, સચિન ચૌધરી, કમલેશ ગઢિયા, સુભાષ ચંદ અને જતિન્દ્ર કુમાર છે. ફિલ્મના સહ નિર્માતા સુમિત અદલખા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.