આ ગામનો યુવાન જરૂરિયાતમંદની મદદ કરવા માટે અનોખી રીત અપનાવી

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામના એક યુવાને એક નવો અભિગમ શરૂ કરેલ છે તેમને જરૂરિયાતમંદ બાળકનો નાનપણ થી શિક્ષણ નો અને પ્રાથમિક જરુરિયાતો નો ખર્ચ ઉપાડવાની એક નવી પહેલ શરૂ કરી છે.હાલમાં તેઓ એ ગામના એક જરૂરિયાતમંદ બાળકથી આ કામની શરૂઆત કરી છે.
આ યુવાનનું નામ છે શરદભાઈ બારોટ સૌ સક્ષમ લોકો તેમની આજુબાજુના વિસ્તારમાં અનાથ અને જરૂરિયાતમંદ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને તેને નાનપણથી પગભર થાય ત્યાં સુધી શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેની જવાબદારી લે તે માટે તેમને આ અભિગમ શરૂ કરેલ છે.
આકરૂન્દ ગામના શરદભાઈ બારોટ ખેતી અને એક પ્રાઇવેટ કંપનીમાં જાેબ કરે છે તેઓ કહે છે કે ભગવાને મને અમૂલ્ય જીવન આપ્યું છે જેનાથી હું ખૂબ ખુશ છું.બસ મારી થોડી આવક માંથી થોડું હું આ અનાથ અને જરૂરિયાતમંદ બાળક માટે આપીશ જેથી તેનું જીવન સુધરે અને સારું ભણતર મળે.
તેમને અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે એક નવો અભિગમ શરૂ કર્યો છે. શરદભાઈ ના આ કામ થી પરિવાર પણ ખૂબ ખુશ છે.તેઓએ જરૂરિયાતમંદ અને અનાથ બાળકો માટે એક નવી પહેલ શરૂ કરી છે તેઓ કહે છે કે જે લોકો સક્ષમ છે તે લોકો પોતાની આસપાસના અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણની અને તેમની પ્રાથમિક સુવિધાઓ નો ખર્ચ ઉપાડે તો આ બાળકોનું ભવિષ્ય સુંદર બની શકે છે.