Western Times News

Gujarati News

PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો

ટેરર લિંકના આરોપમાં ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ સહિત ૮ સંગઠનો પર પણ કાર્યવાહી

૨૨ સપ્ટેમ્બર અને ૨૭ સપ્ટેમ્બરે NIA, ED અને રાજ્ય પોલીસે PFIના અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા, દરોડાના પ્રથમ રાઉન્ડમાં PFI સાથે જાેડાયેલા ૧૦૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી

નવી દિલ્હી,કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ લાવવાની માંગ કરી હતી. તાજેતરમાં જ NIA  અને અનેક રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે PFI ને ૫ વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.PFI ઉપરાંત ૮ સંલગ્ન સંસ્થાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

પીએફઆઈ ઉપરાંત રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્‌સ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વુમન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળ જેવા સહયોગી સંગઠનોને ગેરકાયદેસર સંગઠનો જાહેર કરવામાં આવ્યા છે. ૨૨ સપ્ટેમ્બર અને ૨૭ સપ્ટેમ્બરે NIA,ED અને રાજ્ય પોલીસે PFI ના અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા.

દરોડાના પ્રથમ રાઉન્ડમાં PFI સાથે જાેડાયેલા ૧૦૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દરોડાના બીજા રાઉન્ડમાં PFI સાથે જાેડાયેલા ૨૪૭ લોકોની ધરપકડ/અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. આ પછી તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય પાસે કાર્યવાહીની માંગ કરી હતી.

તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધ લગાવવાનો ર્નિણય લીધો છે. પીએફઆઈ દેશમાં દિલ્હી, આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, કેરળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, મધ્યપ્રદેશમાં એક્ટિવ છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અમે જે પણ લોકોની ધરપકડ કરી છે તેમની આતંકીઓ સાથે લિંક હોવાના પુરાવા મળ્યા છે.

જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી પાંચ લોકો અલકાયદા અને આઇએસ જેવા આતંકી સંગઠનો સાથે સંબંધ ધરાવતા હોવાની શંકાને આધારે ધરપકડ કે અટકાયત કરવામાં આવી છે. તેઓની વધુ પૂછપરછની માગણી કરી હતી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ માંગણી કરી હતી કે, પીએફઆઇ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.