ગૃહમંત્રીની મુલાકાત પહેલા જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બસમાં વિસ્ફોટ
બ્લાસ્ટ એટલો જાેરદાર હતો કે, આસપાસના રહેણાંક વિસ્તારોની ઈમારતોમાં પણ આંચકા અનુભવાયા હતા-બ્લાટનો લાઈવ વીડિયો વાયરલ
ઉધમપુર,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૩ ઓક્ટોબરથી જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાના છે. તેની તૈયારીઓ વચ્ચે ઉધમપુરમાં સૈન્ય ચોકી પાસે પેટ્રોલ પંપ પર પાર્ક કરેલી બસમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં બે બસોને નુકસાન થયું હતું. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.
સદનસીબે આ બસ પાર્કિંગમાં પાર્ક કરેલી હતી અને તેમાં કોઇપણ વ્યક્તિ હાજર ન હતુ. મળતી માહિતી પ્રમાણે, આ બસ રોજ અહીં જ પાર્ક થાય છે. આ બસ રોજની જેમ સાંજે ૬ વાગ્યે ત્યાં ઉભી હતી અને રાત્રે ૧૦.૩૦ વાગ્યે આ બસમાં જાેરદાર વિસ્ફોટ થયો હતો. બસનો એક ભાગ અને નજીકમાં ઉભેલી મિની બસ પણ તૂટી ગઈ હતી.
પોલીસ અને અન્ય એજન્સીઓ તરત જ વિસ્ફોટવાળા સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ વિસ્ફોટમાં બસના કંડક્ટર સુનિલ સિંહ અને મિની બસના કંડક્ટર વિજય કુમાર ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બ્લાસ્ટ એટલો જાેરદાર હતો કે, આસપાસના રહેણાંક વિસ્તારોની ઈમારતોમાં પણ આંચકા અનુભવાયા હતા. પોલીસ, સેના અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી રહ્યા છે. પેટ્રોલ પંપની સામે જ આર્મી પોસ્ટ પણ છે. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ આતંકી હુમલાના એંગલને નકારી શકે તેમ નથી તે દિશામાં પણ તપાસ થઇ રહી છે. જાેકે, બ્લાસ્ટનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
તે જ સમયે, તેના થોડા કલાકો પહેલા, નિયંત્રણ રેખા (એલઓસી) ને અડીને આવેલા પુંછ જિલ્લામાં ચાર કિલો IED સાથે એક મહિલા પકડાઈ હતી. આરોપી મહિલા ઓલિવ અખ્તર અને મોહમ્મદ રિયાઝ નામના વ્યક્તિને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવી છે. પૂંચને અડીને આવેલા રાજાેરી જિલ્લામાં ૪ ઓક્ટોબરે ગૃહમંત્રીની રેલી છે. આ સંદર્ભે, બંને જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.ss1