ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા અને સ્વામી વિવેકાનંદ સ્કૂલ મહેતાપુરાના સંયુક્ત ઉપક્રમે ગુરુબંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત શાળાના પ્રમુખ કેયુરભાઈ પ્રજાપતિ એ મહેમાનોનું અને કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું.
શાખાના પ્રમુખ શ્રી પરીક્ષિત ભાઈ વખારીયા, મંત્રી શ્રી પ્રફુલભાઈ ફડીયા, મહિલા સંયોજિકા અર્ચનાબેન ભટ્ટ, ઉપ પ્રમુખ શિરિષભાઈ સુથાર, સહમંત્રી જીગરભાઈ જયસ્વાલ, જશવંતભાઈ સોની, ખજાનચી શ્રી અલ્પેશભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી શ્રી પ્રફુલભાઈ પંડ્યાએ ભારત વિકાસ પરિષદના કાર્યો તેમ જ હેતુ વર્ણવ્યો હતો. શાળાના જે વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઝળક્યા હતા તેમને શાખાના પદાધિકારીઓ દ્વારા પારિતોષિક આપી સન્માનિત કરાયા હતા. પ્રમુખ મંત્રી સૌ પદાધિકારીઓએ શાળા પરિવારનો આભાર માન્યો હતો. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.