Western Times News

Gujarati News

શિક્ષણ અને રમત આ બંને વચ્ચે સંતુલન કરી રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ : નીરજ ચોપરા                                   

Neeraj Chopra Gandhinagar

ગાંધીનગર, નેશનલ ગેમ્સ એક્સ્પો- 2022 નો ઉદઘાટન સમારોહ અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે ટોક્યો ઓલમ્પિક- 2020 ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ત્યારે આજે તેઓ એક્ઝિબિશન હોલ -3, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નીરજ ચોપરાએ ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ સાથે મુક્ત મુને રમત ગમત ક્ષેત્ર અંગે વિચારો વ્યક્ત કર્યા હતા ઉલ્લેખીએ છે કે યુવા ખેલાડી નીરજ ચોપરાને મળવા વિદ્યાર્થીઓ અને રમત વીરોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજકોટ ઉપરાંત ભાવનગર અમદાવાદ સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ગાંધીનગર મહાત્મા મંદિર આઈ આઈ ટી અને વલાદ ખાતે નેશનલ ગેમ્સ રમાડવામાં આવશે જેમાં વિવિધ ઈન્ડોર અને આઉટડોર રમતોનો સમાવેશ થાય છે.

જ્યારે નેશનલ ગેમ્સ ની વિવિધ રમતો માટે 7, હજાર થી વધુ ખેલાડીઓ ગુજરાતના મહેમાન બનશે આજે આયોજિત કાર્યક્રમમાં નીરજ ચોપડાએ વિદ્યાર્થીઓ અને રમતવી હોય એ પૂછેલા પ્રશ્નના ઉત્તર આપતા આપતા મેસેજ આવ્યો હતો કે કોઈપણ રમતવીર પાસે જે તે રમતની વ્યવસ્થા ન હોય તો પણ  મહેનત કરવાથી તેનું પરિણામ અવશ્ય મળે છે

એટલું જ નહીં રમત ગમત ક્ષેત્રમાં પોષણનું પણ એટલું જ મહત્વ છે ત્યારે પોષણક્ષમ આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ખેલાડી અને વિદ્યાર્થીઓને એવી અપીલ કરી હતી આ તબક્કે તેને કહ્યું કે મેં સખત મહેનત કરી ત્યારબાદ બે વર્ષ પછી મને નેશનલ ગેમ્સ રમવાનો તક મળી હતી એટલું જ નહીં ખેલાડીઓ અને વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે સાથે રમતગમત ક્ષેત્રમાં પણ તમામ શક્તિઓને ફોકસ કરી આગળ વધવા અપીલ કરી હતી

તો બીજી તરફ તેમને કહ્યું કે આજકાલના વિદ્યાર્થીઓ અને રમતવીરો મોબાઇલમાં વધુ સમય વિતાવે છે જે યોગ્ય નથી ત્યારે વિદ્યાર્થીઓ તો ખાસ કરીને મોબાઇલમાં ઓછો સમય આપવા અપીલ કરી હતી જો કે નીરજ ચોપડાએ મુક્ત મને એવો સ્વીકાર કર્યો હતો કે પોતે શિક્ષણ ક્ષેત્રમાં સારો દેખાવ કરી શકે તેવો ન હતો ત્યારે તેને રમતગમત ક્ષેત્ર માં મક્કમતાથી આગળ વધવાનો નિર્ણય કર્યો જેનો આજે પરિણામ મળ્યું સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે શિક્ષણ અને રમત આ બંને વચ્ચે સંતુલન કરી રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ તેવી અપીલ કરી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.