સાઉદીમાં યુપીના જાવેદનું મોત થયું અને મૃતદેહ આવ્યો સાજી રાજનનો
ચંદૌલી, સાઉદી અરબ પ્રશાસનની મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં સાઉદીમાં કામ કરતા ચંદૌલીના રહેવાસી જાવેદના મૃત્યુ બાદ તેના મૃતદેહને તેમના વતન મોકલવામાં આવ્યો હતો. તેમનો મૃતદેહ જ્યારે વારાણસી એરપોર્ટ પર પહોંચ્યો હતો, તો તેના શબપેટી પર સાજી રાજન લખેલું હતું.
આ ઘટના બાદ, પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી હતી અને ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રી જયશંકરને ટિ્વટ કરીને ફરિયાદ કરી છે. ઉત્તરપ્રદેશના ચકિયાના સિકંદરપુરનો રહેવાસી જાવેદ સાઉદી અરેબિયાના દમ્માનમાં એક ઈલેક્ટ્રોનિક કંપનીમાં કામ કરતો હતો.
બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બાદ, મૃતકના ભાઈ જાવેદે સરકાર અને અન્ય લોકોને મૃતદેહ પરત કરવામાં સહકાર આપવા અપીલ કરી હતી. ડીડીયુ નગરના સીઓ અનિરુધ સિંહે સોશિયલ મીડિયા અને ટિ્વટર દ્વારા મૃતદેહ પરત લાવવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો.
જાેકે, દરેકના પ્રયત્નો પણ ફળ્યા હતા. આ બાબતની નોંધ લેતા સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયે મૃતદેહને સ્વદેશ પરત લાવવાના પ્રયાસો કર્યા હતા. તમામ પ્રયાસો બાદ ૩૦ સપ્ટેમ્બરે જાવેદના મૃતદેહને વારાણસીના બાબતપુર એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે, આ મૃતદેહ જાવેદનો નહીં, પરંતુ અન્ય વ્યક્તિ સાજી રાજનનો છે અને શબપેટી પર તેના નામનું સ્ટીકર પણ ચોંટાડવામાં આવ્યું છે.
મૃતક જાવેદના ભાઈ નદીમ જલાલ ઈદીરસીએ તેને સીધી રીતે સાઉદી પ્રશાસનની બેદરકારી ગણાવી છે. વિદેશ મંત્રી એસ જય શંકર અને ભારતીય દૂતાવાસને પણ ટિ્વટર દ્વારા જાણ કરી હતી કે, ૨૫ સપ્ટેમ્બરે સાઉદી અરેબિયામાં ભાઈ જાવેદના મૃત્યુ બાદ મૃતક જાવેદના ભાઈ નદીમ જલાલ ઈદીરસીએ આને સાઉદી પ્રશાસનની બેદરકારી ગણાવી છે. તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમનું પાર્થિવ દેહ આજે દિલ્હી એરપોર્ટથી વારાણસી એરપોર્ટ પહોંચ્યું છે. જે તેના ભાઈનું નથી.
આ સિવાય સોશિયલ મીડિયા દ્વારા મૃતદેહ પરત કરવાનો પ્રયાસ કરી રહેલા સીઓ અનિરુદ સિંહે પણ સાઉદી એમ્બેસીને ટ્વીટ કરીને સંજ્ઞાન લેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સાઉદી અરબ સરકારે ખોટી બોડી મોકલી છે.
આ ભૂલને ધ્યાનમાં લઈને, જાવેદના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ફરીથી મોકલવાની વ્યવસ્થા કરવી જાેઈએ. ત્યારે આ ઘટના બાદ પરિવારજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. હવે સવાલ ઉભો તે થઈ રહ્યો છે કે, આ મૃતદેહનું શું કરવાનું છે.SS1MS