Western Times News

Gujarati News

સ્ટેશન માસ્ટર, જનરલ મેનેજર અને TTEએ ચૂકવવા પડશે ૮૩ હજાર

બરેલી, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણાં પેસેન્જર્સ સાથે એવુ બનતું હોય છે કે તેઓ પોતાનો સામાન ભૂલી જતા હોય છે, અથવા તો સામાન ચોરી થઈ જતો હોય છે. ટ્રેનમાં સામાન ચોરી થવાની, ખોવાઈ જવાની ફરિયાદ છાશવારે સામે આવતી હોય છે.

લગભગ પાંચ વર્ષ પહેલા એક દંપતીનો સામાન ટ્રેનમાં ખોવાઈ ગયો હતો અને હવે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ઉત્તર રેલવેના જનરલ મેનેજર, સ્ટેશન માસ્ટર અને ટિકિટ ચેકરને આદેશ આપ્યો છે કે સેવામાં ચૂકના વળતર કરીકે દંપત્તીને ૮૩,૩૯૨ રુપિયા આપવામાં આવે. પાછલા પાંચ વર્ષથી ગાઝિયાબાદમાં આ કેસ ચાલી રહ્યો હતો અને આ અઠવાડિયે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.

કેસની વિગતવાર વાત કરવામાં આવે તો, ૮ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ દંપતી કામાખ્યા એક્સપ્રેસમાં બેસીને જાેધપુરથી બરેલી જઈ રહ્યુ હતું. ગાઝિયાબાદ નજીક તેમનો સામાન ખોવાઈ ગયો અને સાથે તેમણે અન્ય કિંમતી વસ્તુઓ પણ ગુમાવી હતી. બરેલી પહોંચીને સત્યેન્દ્ર કુમાર ત્રિપાઠીએ ગવર્નમેન્ટ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બરેલીના રહેવાસી સત્યેન્દ્ર કુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તે પત્ની સાથે છઝ્ર-૨ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. સ્લીપર કોચની બાજુમાં તેમનો કોચ હતો.

નોન-એસી કોચમાંથી ઘણાં પેસેન્જર્સ તેમના ડબ્બામાં અવર જવર કરી રહ્યા હતા. તેમણે ટિકિટ ચેકરને સલાહ પણ આપી હતી કે તેઓ કોચનો દરવાજાે બંધ કરી દે પરંતુ તેમની વાત ટિકિટ ચેકરે ગણકારી નહોતી. ફરિયાદીએ આગળ જણાવ્યું કે, તેમણે આ જાેઈને પોતાના સામાનનું ખાસ ધ્યાન રાખ્યુ હતું.

આખી રાત તેઓ સામાન સાચવવા માટે જાગતા રહ્યા હતા. પરંતુ જ્યારે ટ્રેન ગાઝિયાબાદમાં પ્રવેશી ત્યારે તેમણે જાેયું કે તેમની બેગ ખોવાઈ ગઈ છે. બેગમાં રોકડા પૈસા અને અન્ય કિંમતી વસ્તુઓ પણ હતી. બેગમાં ફોન અને ઘરેણાં પણ હતા.

બરેલી ઉતરતાની સાથે જ તેમણે ઈન્ડિયન રેલવે એક્ટના સેક્શન ૧૦૦ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી તેમનો કેસ ગાઝિયાબાદ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદી પોતાની ફરિયાદના સમર્થનમાં પૂરતા પુરાવા રજૂ નહોતા કરી શક્યા અને તેમણે સામાન માટે અલગથી બૂકિંગ નહોતુ કરાવ્યું અને તેમની પાસે કોઈ રસીદ પણ નથી. માટે રેલવે તેમના સામાન માટે જવાબદાર નથી.

જાે કે, બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી ચેરમેન પ્રવીણ કુમાર જૈન અને શૈલજા સચનની પીઠે રેલવેને આદેશ આપ્યો કે દંપતીને ૭૮,૩૯૨ રુપિયા તેમના નુકસાન બદલ અને ૫૦૦૦ રુપિયા કાયદાકીય કાર્યવાહીના ખર્ચ બદલ આપવામાં આવે. આટલુ જ નહીં, આ રકમ ૬૦ દિવસના સમયગાળામાં ચૂકવી દેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.