વલસાડ: ટ્રકમાં લાગેલી નાનકડી આગે વિકરાળ સ્વરૂપ લીધું
પારડી, વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પુર ઝડપે દોડતી એક ટ્રકમાં આગ લાગી હતી. શરૂઆતમાં નાના પાયે લાગેલી આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આખી ટ્રક ભડકે બળી હતી. જાેકે, સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રક ભડકે બળતા અને ટ્રકમાંથી ફટાકડા ફૂટતા હોય તેવા અવાજ આવતા હાઈવે પર ભયનો માહોલ છવાયો હતો.
ઘટનાને કારણે થોડા સમય સુધી નેશનલ હાઇવે પરના વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. જાેકે, સલામતીના ભાગરૂપે થોડા સમય સુધી હાઇવે પરનો વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના પારડી તાલુકાના મોતીવાડા નજીક મુંબઈ તરફથી અમદાવાદ તરત પુર ઝડપે દોડી રહેલી એક ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. શરૂઆતમાં ટ્રકમાં થોડી જ આગ લાગી હતી.
પરંતુ ટ્રકની અંદર મોટી માત્રામાં પરફ્યુમની બોટલોનો જથ્થો ભરેલો હોવાથી થોડવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, પરફ્યુમ અત્યંત જ્વેલનશીલ પદાર્થ છે. જેથઈ થોડી આગ અડતા જ આખી ટ્રક ભડકે બળી હતી. પર્ફ્યુમની બોટલમાં આગ લાગી હોવાથી બોટલો પણ ફટાકડા ફૂટવા જેવા અવાજ આવતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.
બનાવની જાણ થતા જ પારડી પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જાેકે, ઘટનાને કારણે આખી ટ્રકમાં ભીષણ આગ લાગી હોવાથી થોડા સમય સુધી હાઇવે પર નવા વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
આખરે ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.. જાેકે એ પહેલા આખી ટ્રક અને અંદર ભરેલી પર્ફ્યુમની બોટલ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.. જાે કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાન હાનીના હજુ સુધી અહેવાલ નથી. પારડી પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.SS1MS