Western Times News

Gujarati News

CNGના ભાવમાં કિલો દીઠ ૧૦-૧૨નો વધારો થઈ શકે છે

પારડી, છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલના ભાવ ૯૬ રુપિયાની આસપાસ સ્થિર છે, ત્યારે હવે CNGના ભાવ આગામી દિવસોમાં લોકોને બૂમ પડાવી દે તેવી શક્યતા સર્જાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ૦૧ ઓક્ટોબરથી નેચરલ ગેસના ભાવમાં ૪૦ ટકાનો વધારો કરી દેવાતા હવે CNGના ભાવમાં કિલો દીઠ ૧૦-૧૨ રુપિયાનો વધારો થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

શુક્રવારે જ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે IOCL, ઓઈલ ઈન્ડિયાના કૂવામાંથી નીકળતા ગેસની કિંમત પ્રતિ યુનિટ હવે ૮.૫૭ ડોલર રહેશે, જે અગાઉ ૬.૧ ડોલર હતી. રિલાયન્સ-બીપીના ગેસ ફિલ્ડમાંથી નીકળતા ગેસની કિંમત પ્રતિ યુનિટ ૯.૯૨ ડોલરથી વધારીને ૧૨.૪૬ ડોલર કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારે નેચરલ ગેસના ભાવ ૪૦ ટકા વધાર્યા છે, પરંતુ ઓઈલ કંપનીઓ આ તમામ વધારો ગ્રાહકો પર ઠાલવે તેવી શક્યતા ઓછી છે. જાેકે, તેઓ ૧૨-૧૫ ટકા જેટલો ભાવ વધારો પણ ગ્રાહકોના માથે નાખે તો પણ સીએનજીનો ભાવ કિલો દીઢ ૧૦-૧૨ રુપિયા વધી જાય. તેવી જ રીતે પીએનજીના ભાવમાં પણ યુનિટ દીઠ ૭-૮ રુપિયા જેટલો વધારો તોળાઈ રહ્યો છે.

સીએનજીના સતત વધતા ભાવો તેમજ પેટ્રોલના ભાવમાં જાેવા મળી રહેલી સ્થિરતાને ધ્યાનમાં લઈ કાર કંપનીઓએ સીએનજી ગાડીઓનું પ્રોડક્શન ઘટાડવાનો ર્નિણય લીધો છે. ચાલુ નાણાકીય વર્ષમાં સાતથી સાડા સાત લાખ સીએનજી કાર બનાવવાનો ટાર્ગેટ હતો, જે ઘટાડીને હવે પાંચથી સાડા પાંચ લાખ કરી દેવામાં આવ્યો છે. ૨૦૨૧-૨૨માં ભારતમાં ૨.૬૧ લાખ સીએનજી ગાડીઓનું વેચાણ થયું હતું.

અગાઉ એપ્રિલ અને ઓક્ટોબરમાં સીએનજીના ભાવ વધ્યા હતા, હવે નેચરલ ગેસના ભાવ વધારા બાદ તેમાં ફરી મોટો વધારો ઝીંકાય તેવી શક્યતા છે.

અમદાવાદમાં હાલ સીએનજીનો ભાવ અદાણીના ગેસ સ્ટેશન પર ૮૩.૯૦ રુપિયાની આસપાસ ચાલી રહ્યો છે. હવે જાે ગેસના ભાવમાં ૧૨ રુપિયાનો પણ વધારો થાય તો તે પેટ્રોલની લગોલગ આવી જાય, જ્યારે ડીઝલ કરતા તેની કિંમત વધી જાય.

હાલ અમદાવાદમાં પેટ્રોલ ૯૬ રુપિયાની આસપાસ ચાલી રહ્યું છે, જ્યારે ડીઝલનો ભાવ ૯૨ રુપિયા જેટલો છે. એક સમયે પેટ્રોલ ૧૦૦ રુપિયાની પાર પહોંચ્યું હતું ત્યારે લોકોએ પોતાની ગાડીઓને સીએનજી કરાવવા માટે દોડધામ કરી મૂકી હતી. જેનો સીએનજી કિટ ઈન્સ્ટોલ કરનારાઓએ પણ પૂરો લાભ લીધો હતો.

જે સીએનજી કિટ એક સમયે ૩૫-૪૦ હજારમાં આવી જતી હતી તેનો ભાવ વધીને ૭૦ હજાર રુપિયા સુધી પહોંચી ગયો હતો. જાેકે, હવે આટલો મોટો ખર્ચો કરીને ગાડીને સીએનજી કરાવનારાની હાલ બાવાના બેઉં બગડ્યા જેવી થઈ છે.

અધૂરામાં પૂરું હવે તો ટ્રકો પણ સીએનજી આવવા લાગી છે, ત્યારે ગેસના ભાવ જાે ડીઝલથી પણ વધી જાય તો આ ટ્રકોનું શું થશે એ પણ એક સવાલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.