Western Times News

Gujarati News

બાયડ યોગેશ્વર સોસાયટીના નવરાત્રી ગરબા ગ્રાઉન્ડમાં ઇવીએમ નિર્દેશન કરાયું

(પ્રતિનીધિ) બાયડ, મા જગદંબાની આરાધના કરવા આસો નવરાત્રીમાં ઠેર ઠેર ગરબાના આયોજનો થયા છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મતદારોને જાગૃત કરવાના પ્રયાસો બાયડ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને ગરબા ગ્રાઉન્ડ ઉપર ચૂંટણીમાં વપરાતા ઈ.વી.એમ મશીન વી.વી.પેટ મશીન સહિત મતદાન કેવી રીતે કરી શકાય તે અંગે માહિતીગાર કરી જન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.

માં જગદંબાના આરાધના પર્વ આસો નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે ગરબા રમવા આવતા ખેલૈયાઓને વિધાનસભાની ચૂંટણી ટાણે વિધાનસભા મત વિસ્તારમાં ચાલી રહેલા યોગેશ્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, પંચવટી સોસાયટી, ઉમિયા નગર સોસાયટી, પાવન ફ્લેટ આ બધી સોસાયટીના ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર ગરબા રમવા આવતા હોય છે .

આ ગ્રાઉન્ડ ઉપર માનનીય કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર મતદાર યાદી બાયડ, ઝોનલ ઓફિસર કે. જે. કુકડીયા તેમજ (આઇ.ટી. આઇ). બાયડના સુ.ઇ. જીગ્નેશભાઈ ચૌધરી નાઓ દ્વારા sweep EVM-VVPAT DEMOSTRATION( મતદાર જાગૃતિ કાર્યક્રમ) કરવામાં આવ્યો જ્યારે નવરાત્રી મહોત્સવમાં મતદાન નું મહત્વ સમજાવતા પોસ્ટરો લાગ્યા હતા બાયડમાં અલગ અલગ યોજાતી નવરાત્રી મહોત્સવમાં ઇ.વી.એમ. નું લાઈવ ડેમોસ્ટેશનના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

અરવલ્લી જિલ્લામાં વિવિધ સ્થળોએ લોકોને મતદાન અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી જ્યારે બાયડ ના શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવમાં ચૂંટણી પ્રક્રિયાને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારતનો એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સધન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.