નડિયાદ સરદારનગર ખાતે સેવા સેતુનો ૮મા તબક્કાનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ)નડિયાદ, છેવાડાના માનવીને તેના ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સેવા સેતુનું આયોજન કરવામાં આવી રહયું છે. જેના અનુસંધાને આજે નડિયાદ શહેરના સરદારનગર વિસ્તારના રહિશો માટે સરદારનગરની વાડિમાં મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ (આઠમો તબક્કો)નું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે ૯.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક સુધી ચાલનાર આ કાર્યક્રમમાં સરદારનગર અને તેની આસપાસના રહેવાસીઓએ સરકારી સેવાઓ અંગેની કામગીરીનો લાભ લીધો હતો. આ સેવાસેતુ કાર્યક્રમનો મુખ્યહેતુ જન સમસ્યાનું સ્થળ પર જ નિકાલ અને છેવાડાનો એક પણ લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ન રહે તે છે. દંડક પંકજભાઇ દેસાઇ અને જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ દરેક વિભાગની તલસ્પર્શી તૈયારીઓની માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું તેમજ ઉપસ્થિત લાભાર્થીઓની રજૂઆતો અને જરૂરીયાતોની પૃચ્છા કરી હતી.
મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું સેવા સેવું કાર્યક્રમ અંતર્ગત ગુમાસ્તાધારાની નોંધણી, લગ્ન, જન્મ-મરણનું પ્રમાણપત્ર, NULM(નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન), પ્રોપર્ટી ટેક્સ વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વગેરે યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓ સ્થળ પર આવી તેમની સમસ્યાનું નિકાલ સંતોષ પૂર્વક લઇ રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, પ્રાંત અધિકારી ભોરણીયા, મામલતદાર જૈમીનીબેન ગઢીયા, ચીફ ઓફિસર હુદડ, નાયબ મામલતદાર રાજુભાઇ મકવાણા, કાઉન્સિલર પરિનભાઇ બ્રહ્મભટ્ટ અને સ્થાનિક કોર્પોરેટરો, મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ સંલગ્ન તમામ કચેરીઓનો સ્ટાફ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.