Western Times News

Gujarati News

નેહરુ યુવા કેન્દ્ર આણંદ દ્વારા યુવા મહોત્સવ કાર્યક્રમ ઉજવાયો

(પ્રતિનિધિ) નડિયાદ, ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર – આણંદની કચેરી દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ ૩૦ સપ્ટેમ્બર , ૨૦૨૨ ના રોજ આણંદ આર્ટસ કોલેજ ખાતે જીલ્લા સ્તરીય યુવા મહોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં યુવા કલાકારો , ચિત્ર સ્પર્ધા , કાવ્ય લેખન , મોબાઈલ ફોટોગ્રાફી , સાંસ્કૃતિક કાર્યક્રમ , વકતૃત્વ સ્પર્ધા અને યુવા સંવાદ જેવા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌ પ્રથમ માનનીય મીતેશભાઇ પટેલ , સાંસદ – આણંદ ના વરદ હસ્તે કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી અક્ષય શર્મા દ્વારા યુવા મહોત્સવ કાર્યક્રમ નો ધ્યેય અને સ્પર્ધાના નિયમો વિષે પ્રતીભાગીયોને વિશેષ માહિતી આપી કાર્યક્રમ વિષે માહિતગાર કર્યા હતા.ત્યારબાદ આણંદ જીલ્લામાંથી પસંદગી થયેલ ૩૦ – યુવાન યુવતી ઓ સદર કાર્યક્રમ ની વિવિધ સ્પર્ધાઓ મોટી સંખ્યામાં ભાગ લઇ કાર્યક્રમ ને સાચા અર્થ માં સફળ બનાવ્યો હતો.

અન્ય મહેમાનો માં ડૉ.મનોજ પટેલ , આચાર્ય આણંદ આર્ટસ કોલેજ , મુકેશ જાેશી , એન.એન.એસ , પ્રોગ્રામ ઓફિસર , કાર્તિક જગતાપ , યારૂતર વિદ્યા મંડળ , યુનિવર્સીટી કો – ઓર્ડીનેટર , મુકેશભાઈ મહીડા , યુવા કાર્યકર તેમજ આણંદ આર્ટસ કોલેજ નો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો . જિલા કક્ષાએ પ્રથમ વિજેતાઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા માં ભાગ લઈ શકશે.

નેહરુ યુવા કેન્દ્ર – આણંદની કચેરી દ્વારા પેઇન્ટિંગ , ફોટોગ્રાફી , કવિતા લેખનના પ્રથમ , દ્વિતીય અને તૃતીય વિજેતા ને અનુક્રમે ૧૦૦૦, ૭૫૦ , અને ૫૦૦ રૂપિયા , વકતૃત્વ સ્પર્ધા ના પ્રથમ , દ્વિતીય , તૃતીય વીજેતાને અનુક્રમે ૫૦૦૦, ૨૦૦૦ , અને ૧૦૦૦ રૂપિયા , સાંસ્ક્રુતિક સ્પર્ધાના વિજેતાને ૫૦૦૦, ૨૫૦૦ , અને ૧૨૫૦ રૂપિયા આપવામાં આવશે . જ્યારે યુવા સંવાદના ૪ સ્પર્ધકોને ૧૫૦૦ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.