ભારતમાં 5Gના હાર્ડવેર બનાવવા રિલાયન્સે અમેરિકાની કંપની સાથે હાથ મિલાવ્યા
સેનમિના અને રિલાયન્સે અગાઉ કરેલી જાહેરાત મુજબ સંયુક્ત સાહસનો સોદો પાર પાડ્યો-રિલાયન્સ અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર માટે “મેક ઇન ઇન્ડિયા” પહેલને વેગવંતી બનાવશે
મુંબઈ, અગ્રણી ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ કંપની સેનમિના કોર્પોરેશન (સેનમિના) (NASDAQ: SANM) અને ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ (RSBVL) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે તેમણે અગાઉ જાહેર કરેલો સંયુક્ત સાહસનો સોદો પરિપૂર્ણ કર્યો છે.
આ ભાગીદારી ભારતીય બિઝનેસ ઇકોસિસ્ટમમાં સેનમિનાના 40 વર્ષના અદ્યતન ઉત્પાદનના અનુભવ અને રિલાયન્સની કુશળતા તથા નેતૃત્વનો લાભ મેળવશે. ચેન્નાઈમાં સેનમિનાની મેનેજમેન્ટ ટીમ રોજબરોજના કામકાજનું સંચાલન જારી રાખશે, તેનાથી કર્મચારીઓ અને ગ્રાહકોના પરિપ્રેક્ષ્યમાં સુગમતા જળવાઈ રહેશે.
આ સંયુક્ત સાહસ આપણા માનનીય વડાપ્રધાનના “મેક ઇન ઈન્ડિયા” વિઝનને અનુરૂપ ભારતમાં વિશ્વસ્તરીય ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ હબ તૈયાર કરશે. આ સંયુક્ત સાહસ ઉચ્ચ ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેરને વિકસી રહેલા બજારો માટે અને સમગ્ર ઉદ્યોગો જેમ કે કોમ્યુનિકેશન નેટવર્કિંગ (5G, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઇપરસ્કેલ ડેટાસેન્ટર્સ), મેડિકલ અને હેલ્થકેર સિસ્ટમ્સ,
ઔદ્યોગિક અને ક્લીનટેક અને સંરક્ષણ અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપશે. સેનમિનાના વર્તમાન ગ્રાહક સમુહને સેવાઓ આપવા ઉપરાંત આ સંયુક્ત સાહસ એક અત્યાધુનિક ‘મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી સેન્ટર ઑફ એક્સેલન્સ’ બનાવશે જે ભારતમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને હાર્ડવેર સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વેગવંતી બનાવવા માટે ઇન્ક્યુબેશન સેન્ટર તરીકે સેવા આપશે, તેમજ લીડિંગ-એજ ટેકનોલોજીના સંશોધન અને નવીનતાને પણ પ્રોત્સાહન આપે છે.
તમામ મેન્યુફેક્ચરિંગ ચેન્નાઈમાં સેનમિનાના 100-એકર કેમ્પસમાં થશે અને તેમાં ભવિષ્યના વિકાસની તકોને ઉજાગર કરવા માટે તેમજ બિઝનેસની જરૂરિયાતો મુજબ સમયાંતરે ભારતમાં નવી મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ પર સંભવિતપણે વિસ્તરણ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.