Western Times News

Gujarati News

સુપ્રીમકોર્ટનો ચુકાદો ભારતના બંધારણ મુજબ “લેન્ડ ધ લો” ગણાય છે, જાણો છો શું છે તે…

સુપ્રીમકોર્ટનો ચુકાદો એ “લેન્ડ ઓફ ધ લો” ગણાતો હોય પુખ્ત વયની પરિણીત કે અપરણિત યુવતી ગર્ભપાત કરાવી શકશે અને અનિચ્છાએ પત્ની સાથે સંબંધ બાંધવો એ “રેપ” ગણાશે તો નાબાલિક યુવતી સાથે થતા લગ્ન પણ “રેપ” ગણાશે?!

તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ડાબી બાજુથી ઇનસેટ તસવીર સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી ધનંજયભાઈ વાય. ચંદ્રચુડની છે બીજી તસવીર જસ્ટીસ એ.એસ. બોપન્નાની છે ત્રીજી તસવીર જસ્ટીસ શ્રી બી.વી. નાગરત્નાની છે સુપ્રીમકોર્ટનો ચુકાદો ભારતના બંધારણ મુજબ “લેન્ડ ધ લો” ગણાય છે

અને આ ખંડપીઠે ભારતના બંધારણની કલમ ૧૪ અને બંધારણની કલમ ૨૧ હેઠળ વ્યક્તિગત ગુપ્તતાના સમાન બંધારણીય અધિકારનું મૂલ્યાંકન કરતા અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટની સાથે વાંચતા સુપ્રીમકોર્ટની ખંડપીઠે ખૂબ જ પ્રગતિશીલ અને દેશના બંધારણીય મૂલ્યોને જીવંત કરતો ચુકાદો આપ્યો છે

અને સુપ્રીમકોર્ટે ૨૦ થી ૨૪ વર્ષના પરિણીત, અપરણિત તમામ યુવતીઓ મહિલાઓને ગર્ભપાત કરવાનો અધિકાર આપ્યો છે એટલું જ નહીં સુપ્રીમકોર્ટે “બાળ લગ્ન પ્રતિબંધક ધારા” નો વાસ્તવિક અમલ કરાવવા પણ ૧૮વર્ષની નીચેની યુવતી સાથે પતિ લગ્ન બાદ શારીરિક સંબંધ બાંધે તો તેને બળાત્કારના અપરાધ તરીકે ગણાવી દીધો છે

એટલું જ નહીં પુખ્તવયની પત્ની સાથે પણ તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સબંધ બાંધે તો કોર્ટે તેને “મેરિટલ રેપ” ગણાવ્યો છે તેથી પત્ની પતિ વિરુદ્ધ રેપની ફરિયાદ કરી શકશે આ રસપ્રદ ચુકાદો એક સીમાચીન્હ રૂપી ચુકાદો છે! “લીવ ઇન રિલેશનશિપ”માં રહેતા કપલોને પણ ગર્ભ ના રાખવો હોય તો તેઓ ગર્ભપાત કરાવી શકશે

બંધારણની કલમ ૧૪ હેઠળ સમાનતાના અધિકારનું આ કેસમાં સુપ્રીમકોર્ટે વિશાાળ અર્થઘટન કર્યું છે ભારતની કેન્દ્ર સરકાર “ભારતીય સંસ્કૃતિ”ને નામે ભલે “મેરીટલ રેપ” ને અપરાધ ઠરાવતો કાયદો ન બનાવે પણ સુપ્રીમકોર્ટ નો ચુકાદો એ “લેન્ડ ઓફ ધ લો” ગણાય છે માટે તેનો અમલ કરવા સિવાય

કેન્દ્ર સરકાર કે રાજ્યોની સરકારને છૂટકો જ નથી ! ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી ધનંજયભાઈ વાય.ચંદ્રચુડે વ્યક્તિગત ગુપ્તતા ના અધિકારને મૂળભૂત અધિકારો ગણાવતા ચુકાદામાં કહ્યું હતું કે “રાજ્ય જીવન કે સ્વાતંત્ર નથી આપતું અને બંધારણ પણ તે નથી આપતું, કોઈપણ સભ્ય પ્રદેશ ‘વ્યક્તિના જીવન’ અને ‘વ્યક્તિ સ્વાતંત્ર’ પર તરાપ મારવાનો વિચાર ન કરી શકે”!!

આ ચુકાદાથી માનવ અધિકાર મજબૂત બનશે દેશમાં પ્રગતિશીલ માનવીય મૂલ્યો મજબૂત થશે ‘મહિલાઓ’ વધુ સુરક્ષિત બનશે તો ક્યાંક ક્યારેય કોઈ ખોટી ફરિયાદ પતિ પત્ની વચ્ચે થશે તો તેનું મૂલ્યાંકન પણ અંતે હવે કોર્ટે જ કરવું પડશે પણ એટલા માત્ર ની સમાજમાં મહિલાઓની સુરક્ષા છીનવી લઈ શકાય નહી! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

વિજ્ઞાન દ્વારા માનવીએ ન્યાયિકતા શીખવાની છે બધાને આધારે નહીં ચકાસણીના આધારે – થોમસ હક્સલે

બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ નાબાલીક યુવતી સાથે લગ્ન બાદ પતિ હવે પત્ની સાથે સંબંધ બાંધે તો એ રેપ ગણાશે ?!
બ્રિટિશ જીવ શાસ્ત્રી થોમસ હેનરી હક્સલે કહ્યું છે કે “વિજ્ઞાન દ્વારા માનવીએ ન્યાયિકતા શીખવાની છે શ્રદ્ધાને આધારે નહીં ચકાસણીના આધારે”!!

જ્યારે બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી સ્ટીફ્ન્સ હોકીન્ગ્સે કહ્યું છે કે “બ્રહ્માંડ શા માટે અસ્તિત્વમાં આવ્યું છે એ કોયડા નો જવાબ આપણે મેળવી શકીએ તો એ માનવ જાતની સિદ્ધિ હશે પછી આપણે જાણી શકીશું કે પરમેશ્વર કેવી રીતે વિચારે છે”!! ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટીસ શ્રી અભય મનોહર સપ્રેએ કહ્યું છે કે “વ્યક્તિગત ગુપ્તતા એ કુદરતી છે

જેને ભિન્ન કરી શકાય નહીં “રાઈટ ટુ પ્રાઈવેસી” નો અધિકાર જન્મ સાથે જ મળી જાય છે અને મૃત્યુ સુધી અનંત રહે છે”!! મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એ હાલ અમલમાં છે કાયદા સંદર્ભે પરિણીત મહિલાઓ ૨૪ અઠવાડિયા સુધી ના ગર્ભનો નિકાલ કરવાનો અધિકાર મળ્યો હતો પરંતુ ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી ધનંજયભાઈ વાય ચંદ્રચૂડ, જસ્ટીસ એ.એસ.બોપન્ના અને જસ્ટીસ શ્રી બી.વી.નાગરતનાની ખંડપીઠે પરણિત હોય કે અપરણિત દરેક મહિલાઓ બંધારણની કલમ ૧૪ હેઠળ સમાન રીતે ગર્ભપાત કરાવી શકશે

કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે સુપ્રીમકોર્ટમાં જણાવી છે કે પતિ દ્વારા પત્ની પર થતો રેપ અંગે સરકારના કોઈ નવો કાનૂન બનાવવાની તરફેણમાં નથી તેથી ૧૮ વર્ષની નાની વયની યુવતી સાથે લગ્ન બાદ એ રેપ નથી એવું સરકારનું અવલોકન પણ સુપ્રીમકોર્ટે ગુનો ગણાવ્યો છે?!

ફોસ્ટરવુડ નામના વિચારકે કહ્યું છે કે “જીવનની સફળતા એ યોગ્ય વ્યક્તિ શોધવામાં નહીં પણ યોગ્ય વ્યક્તિ થવામાં રહેલી છે”!! ભારતમાં સુપ્રીમકોર્ટે લગ્ન બાદ પતિ પત્નીના સંબંધમાં પણ પતિ જબરજસ્તીથી જાતીય સંબંધ બાંધે તો એને રેપ ની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે

પરંતુ કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ અંગે કાયદો ઘડવાની તરફેણમાં ન હોવાનું મંતવ્ય આપ્યું હતું અને એવી દલીલ મુકાઈ રહી છે કે “ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પવિત્ર મનાય છે અને તેને કારણે દુનિયાભરમાં જે સિદ્ધાંતો અમલમાં છે તે સિદ્ધાંતો ભારતમાં અમલમાં ન લાવી શકાય,

નિરક્ષરતા, સામાજિક રિવાજાે, ગરીબી, શિક્ષણનો અભાવ અને સમાજની માનસિકતાઓને લઈને “મેરિટલ રેપ” ને સજાપાત્ર અપરાધ ગણી શકાય નહીં પરંતુ સુપ્રીમકોર્ટે આવા કેસમાં બળાત્કાર ગણવાનો હુકમ કર્યો છે!! શું સરકારે કરેલા બાળ લગ્ન પ્રતિબંધક ધારાનો ભંગ ન થાય?! તો બે વિરોધાભાસી માન્યતા પ્રગતિશીલ દેશમાં ચાલે ખરી? એ મુદ્દો હવે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિચારવાનો સમય આવ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.