Western Times News

Gujarati News

SUV ગાડીમાં મ્યાનમારથી ભારત ઘુસાડાઈ રહ્યુ હતું 11 કરોડનું સોનું

બંગાળ પોલીસે ૧૧.૬૬ કરોડનુ ૨૩ કિલો સોનુ જપ્ત કર્યુ

રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઈ) અને બંગાળ પોલીસે એક સંયુક્ત કાર્યવાહીમાં લગભગ ૨૩ કિલો તસ્કરીનુ સોનુ પકડ્યુ છે. પકડાયેલા સોનાની કિંમત બજારમાં ૧૧.૬૬ કરોડ રૂપિયા છે.

આ સંબંધિત ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યુ કે ઉત્તર બંગાળના પ્રાદેશિક એકમે બંગાળ પોલીસના સહયોગના આ સોનાને જલપાઈગુડીના માલબજાર પાસે જપ્ત કર્યુ છે.

જાણકારી અનુસાર આટલા મોટા પ્રમાણમાં સોનાની ખેપને ભારત-મ્યાનમાર સરહદ દ્વારા તસ્કરીના માધ્યમથી ભારતમાં લાવવામાં આવી રહ્યુ હતુ. તસ્કરોનો પ્રયત્ન હતો કે આ ૧૧.૬૬ કરોડ રૂપિયાની કિંમતના સોનાને સુરક્ષિત પોલીસની નજરોથી બચાવતા કલકત્તા પહોંચાડી દે.

આ માટે તસ્કરોએ ૨૩ કિલો સોનાને બે એસયુવીમાં ખૂબ ચાલાકીથી છુપાવ્યુ હતુ પરંતુ ડીઆરઆઈને મળેલી ચોક્કસ જાણકારીના આધારે તસ્કરોનો ઈરાદો નાકામ થઈ ગયો પરંતુ તસ્કરોના કબ્જામાંથી સોનાને મેળવવુ સરળ નહોતુ કેમ કે તસ્કરોએ બંને એસયુવીમાં ગુપ્તરીતે સોનાને છુપાવ્યુ હતુ પરંતુ બાતમીદાર એટલા ચોક્કસ હતા કે પોલીસને માહિતી મળી જ ગઈ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.