Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરના DG જેલ હેમંત લોહિયાના ઘરમાં ઘૂસીને હત્યા

જમ્મુ, સોમવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયાની અહીં તેમના નિવાસસ્થાન પર ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આતંકવાદી સંગઠન DG (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)એ આ હુમલાની જવાબદારી લીધી છે. જાે કે આ ઘટના બાદ હેમંત લોહિયાનો ઘરેલુ નોકર પણ ફરાર છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી છે. અધિક પોલીસ મહાનિર્દેશક (જમ્મુ ક્ષેત્ર) મુકેશ સિંહે કહ્યું કે ઘરેલું સહાયક ઘટના બાદથી ફરાર છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેમણે હેમંત લોહિયા મર્ડર કેસમાં જમ્મુ-કાશ્મીરના ડીજીપી પાસેથી સંપૂર્ણ રિપોર્ટ લીધો હતો. આ સાથે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે.

અધિક પોલીસ મહાનિર્દેશક (જમ્મુ ક્ષેત્ર) મુકેશ સિંહે જણાવ્યું હતું કે ૧૯૯૨ બેચના આઈપીએસ અધિકારી હેમંત લોહિયા (૫૨ વર્ષ) શહેરની બહારના ભાગમાં આવેલા તેમના ઉદયવાલા નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. માહિતી મળતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેનું ગળું કાપેલું હતું. ક્રાઈમ સીન જાેતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે આ એક શંકાસ્પદ હત્યા છે.

હાલ લોહિયાનો નોકર ફરાર છે. તેને શોધવા માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. સાથે જ ફોરેન્સિક અને ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ટીમે પણ લોહિયાના ઘરની તપાસ કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર તેના રૂમમાંથી એક તૂટેલી બોટલ મળી આવી છે.

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (જમ્મુ ઝોન) મુકેશ સિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ પરિવાર તેમના વરિષ્ઠ અધિકારીના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. જણાવી દઈએ કે લોહિયાને ઓગસ્ટમાં પોલીસ મહાનિર્દેશક (જેલ) બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, હેમંતના મૃત્યુના સમાચાર સાંભળીને, તેના પરિવારના સભ્યોની હાલત ખરાબ છે.

હેમંત લોહિયાની હત્યાના સમાચાર મળતા જ જમ્મુ-કાશ્મીર એલર્ટ મોડ પર આવી ગયું હતું. તે જ સમયે, તેની અસર દિલ્હી સુધી દેખાઈ હતી અને ગુપ્તચર એજન્સી સતર્ક થઈ ગઈ છે.

હકીકતમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારથી જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરી છે. આવા સંજાેગોમાં ત્યાં રહ્યા પછી પણ આટલી મોટી ઘટના બનતા ક્યાંકને ક્યાંક સુરક્ષા સામે સવાલ ઉભા થાય છે. તમને જણાવી દઈએ કે અમિત શાહ આજે તેમના પ્રવાસના બીજા દિવસે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જશે. ત્યાં મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, તેઓ રાજૌરીમાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને અનેક વિકાસ યોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.