147 ગામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આબેહૂબ પ્રતિકૃતિના અનાવરણ કાર્યક્રમનું આયોજન

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મ જંયતી નિમિત્તે ચમારડીના ગોપાલભાઈ વસ્તરપરાએ વતન માટે ઉમદા વિચારોથી લાઠી-બાબરા-દામનગર સહિત જિલ્લાના ૧૪૭ ગામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આબેહૂબ પ્રતિકૃતિ પ્રતિમાના અનાવરણ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
હાલ આ કામની તૈયારીઓ પુરજાશમાં ચાલી રહી છે અને ૩૧ ઓકટોબર સરદાર પટેલની જન્મ જંયતીએ સ્ટેચ્યુ આૅફ યુનિટીનું ગામડે ગામડે લોકાર્પણ કરાશે. આ તકે ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, સરદાર પટેલની આઠ ફૂટની ભવ્ય અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આબેહૂબ
પ્રતિકૃતિ પ્રતિમાને સ્થાપિત કરવાનું ૭૦થી વધુ ગામોમાં કામ પૂર્ણ થઈ ગયું છે. સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા મેળવી દરેક સમાજના યુવાનો આગળ વધે, દેશમાં એકતા, અખંડિતતા તથા સમાજના કચડાયેલા લોકોને ન્યાય મળી રહે તેવા ઉમદા હેતુઓ સાથે દરેક ગામોમાં સરદાર પટેલની પ્રતિમા આકાર પામશે.
હાલ ચમારડીના રાધે ફાર્મ ખાતે ૪૦થી વધુ પ્રતિમા લવાઈ છે. જે મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા લઈ જવામાં આવી રહી છે.