વાપી ખાતે સ્ટાર્ટ અપ સ્ટારનો સીઝન -૨ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

વાપી, વાપી માં હોટેલ સિલ્વર લીફ ખાતે સ્ટાર્ટ અપ વાપી કમ્યુનિટી દ્વારા સ્ટાર્ટ અપ સ્ટાર નો સીઝન ૨ નો લોંચિંગ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ માં સીઝન ૨ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેમાં ભાગ લેનાર છાત્રો ને રાઉન્ડ ૧ માં સ્ક્રીનીંગ, ટોપ ૧૦૦ આઈડિયા માં થી પસંદગી, રાઉન્ડ ૨ માં આઇડિયેશન અને બેસ્ટ ૩૦ આઈડિયા ની પસંદગી રાઉન્ડ ૩ માં સ્ટ્રેટજી અને ટોપ ૧૦ ફાઈનાલિસ્ટ નો ચયન, ફિનાલે માં ટોપ ૩ આઈડિયા ને પુરુસ્કૃત કરાશે આ સાથે તમામ વિદ્યાર્થીઓ ને અવરનેશ ડ્રાઈવ જેવી અનેક એકટીવિટી યોજવામાં આવે છે.
સીઝન ૧ ના ટોપ ૩ વિજેતા માં જ્ઞાનધામ સ્કૂલ ની કક્ષા ૯ નો તત્સમ ભટ્ટ, રોફેલ ફાર્મેસી કોલેજ વાપી ની એમ ફાર્મ કરતી અનાલી પટેલ, એસ વી એ એમ જી એમ અમીન અને વી એન સવાની સ્કૂલ પારડીની ૧૧ અને ૧૨ ની સાનિયા અને નાડિયા મેમણ નો સમાવેશ થાય છે જેમને જ્ઞાનધામ શાળા ના પ્રિન્સિપાલ અચલા જાેશી અને અન્ય મહાનુભાવો દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ સાથે જ્ઞાનધામ સ્કૂલ ના પ્રિન્સિપાલ અચલા જાેશી નો પણ સ્ટાર્ટ અપ સ્ટાર માટે પૂર્ણ સહયોગ આપવા બદલ પાર્થિવ મેહતા દ્વારા સન્માનિત કરાયા હતા ત્યાર પશ્ચાત કમ્યુનિટી ના મેન્ટર પાર્થિવ મેહતા દ્વારા સ્ટાર્ટ અપ સ્ટાર વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.
સીઝન ૧ ના જ્યુરી ટીમ માં આઇડીયેશન રાઉન્ડ જયુરી માં સી એ પિયુષ મેહતા, પાર્થિવ મેહતા, સી એ ચિંતન શાહ, શ્વેતા વોરા, ગૌતમ ભણસાલી, લીમેશ પારેખ અને સ્ટ્રેટજી રાઉન્ડ જ્યૂરી માં શ્યામ રાયચુરા, લિમેશ પારેખ, વિશાખા શાહ, ગૌતમ ભણસાલી, એન્જિનિયર કૃશિત શાહ અને ફીનાલે જૂરી ટીમ માં પ્રદીપ માલું, ગિરિજા નાયર, મૌલિક ભણસાલી, ગૌતમી દેસાઈ અને કશ્યપ પંડ્યા નો સમાવેશ હતો.
સીઝન ૧ માં ૬૦ થી વધારે સ્કૂલ અને કોલેજ માં થી ૨૫૦ થી વધારે વિદ્યાર્થીઓ ૫૦ થી વધારે ટ્રેનિંગ સેશન માં પણ ભાગ લઈ લાભાન્વિત થયા હતા. અંત માં સીઝન ૨ ના લોગો નો પણ અનાવરણ કરવામાં આવ્યું હતું સીઝન ૨ માં જાેડાવા માટે વિલાસ ઉપાધ્યાય, જીગર પટેલ અને કૃષિત શાહ અથવા સ્ટાર્ટ અપ કમ્યુનિટી ના કોઈ પણ સભ્ય ને સંપર્ક કરવા જણાવાયું છે.