Western Times News

Gujarati News

મતવાળો મહિસાગર બનશે “મત”વાળો મહિસાગર

(પ્રતિનિધિ)ગોધરા. મતદાનનો અવસર આવી રહ્યો છે, નવલા નોરતાની મજા માણ્યા પછી ટુંક જ સમયમાં આપણે આપણા ભાવિ વિશે વિચાર કરી મતદાન આપવા તૈયાર રહેવાનું છે. મતદાન એ માત્ર ફરજ નહી પરંતુ આપણું કર્તવ્ય છે આપણે આપણા દિકરાને સ્કુલ કે કોલેજમાં ભણવા બેસાડતા પહેલા સગા-સંબધીઓ અને કેટ કેટલાયે લોકોને જે તે સ્કુલ કે કોલેજ વિશે પુછી તેમની સંપુર્ણ જાણકારી મેળવી બાળક યોગ્ય સ્કુલમાં જ ભણે તે સુનિશ્ચિત કરીએ છીએ તો આતો તમારુ અને તમારા બાળકનું જ નહી પરંતુ સમગ્ર દેશનું ભવિષ્ય સારા હાથોમાં જાય તે સુનિશ્ચિત કરવાનો અવસર છે આમાં તમારે તમારી ફરજ નિભાવવી જ રહી.

મહિસાગર પણ પોતાના સારા ભાવિ માટે પુરજાેશમાં તૈયારીઓ કરી રહ્યું છે, એવામાં હાલમાં જ મહીસાગર જિલ્લાના ચુંટણી અઘિકારી દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે હેતુસર જિલ્લા સ્વિપ (વ્યવસ્થિત મતદાન શિક્ષા અને મતદાન ભાગીદારી) મેસ્કોટ તરીકે “ડાહ્યો” ની પસંદગી કરાયેલ છે.

જેને નવરાત્રીમાં લોકો સમક્ષ રજુ કરાતા લોકોમાં આ કુતુહલનો વિષય બન્યો હતો અને બાળકો તો જાણે અઠ્ઠાર વર્ષ પહેલા જ વોટ કરવા માટે તૈયાર હોય તેમ તેની સાથે રમતા જાેવા મળ્યા હતા.

આ મેસ્કોટમાં મતવાળો મહિસાગર બનશે “મત”વાળો મહિસાગર લખેલ જાેવા મળે છે. આ ઉપરાંત મહિસાગર દ્વારા તૈયાર કરાયેલ ઈવીએમ ડેમો વ્હિકલની નોંધ મુખ્ય ચુંટણી અધિકારીએ લેતા તેમને સીઈઓના ટિ્‌વટર હેન્ડલ પરથી ટ્‌વીટ કરવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.