Western Times News

Gujarati News

નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે મહેસાણાની પૂજા પટેલ

૩૬મી નેશનલ યોગાસન સ્પર્ધા અમદાવાદમાં યોજાશે-૩૬માં નેશનલમાં યોગાસન સ્પર્ધા ૬ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર દરમ્યાન અમદાવાદમાં ખાતે યોજાશે

મહેસાણા, મહેસાણા જિલ્લાના આંબલા ગામની મૂળ વતની પૂજા પટેલે દેશ અને દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેણે યોગસાધનામાં અનોખી મહારત હાંસલ કરીને આ ક્ષેત્રે આગવું સ્થાન હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છેકે, આંબલા ગામની મૂળ વતની એવી પૂજા પટેલ હાલ કડી ખાતે રહે છે. યોગ ક્ષેત્રે તેણે કરેલાં અભ્યાસ અને તેણે મેળવેલી મહારતને કારણે હવે તે યોગીની કહેવાય છે.

હાલ કડી ખાતે રહેતી વર્લ્ડ મિસ યોગીની પૂજા પટેલ નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રથમ વખત ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને નેશનલ ગેમ્સમાં યોગાસનની સ્પર્ધા સમાવી છે. યોગાસન રમતને ભારત સરકારના યુવા રમતગમત મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત થયા બાદ પ્રથમ વખત ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન અને નેશનલ ગેમ્સમાં યોગાસનને રમત તરીકે સામેલ કરેલ છે.

મહેસાણા જિલ્લાની અને હાલ કડીમાં રહેતી મિસ યોગીની પૂજા પટેલ સમગ્ર જિલ્લાનું ગૌરવ તો ખરું પણ ગુજરાત રાજ્ય, દેશ અને વિદેશમાં નામના મેળવેલ એવી મિસ યોગીની પૂજા પટેલ અમદાવાદ ખાતે ચાલી રહેલ પ્રી નેશનલ કોચિંગ કેમ્પમાં પસંદગી પામેલ છે. કેમ્પમાં સારી ટ્રેનિંગ વર્લ્ડ મિસ યોગીની પૂજા પટેલ લઈ રહી છે, જેઓને સરકાર તરફથી ટ્રેનિંગ માટે દિવ્યા કુમાર ડોન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

જેમાં ગુજરાતમાં યોજાનાર ૩૬ માં નેશનલમાં યોગાસન સ્પર્ધામાં ૬ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર દરમ્યાન અમદાવાદમાં ખાતે યોજાશે. જેમાં અત્યાર સુધી ઘણી બધી નેશનલ ઇન્ટરનેશનલ રમી ચુકેલી ૧૦૫ મેડલ, ૧૩૯ ટ્રોફી, ૨૦૦થી વધારે ટ્રોફી મળવી એવી વર્લ્ડ મિસ યોગીની પૂજા પટેલ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.