બ્રેકઅપ બાદ પહેલીવાર કેટરિના અને રણબીરનો થયો ભેટો
મુંબઈ, બ્રેકઅપ થયા બાદ પણ રણબીર કપૂરને તેની એક્સ-ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ સાથેની મિત્રતા યથાવત્ છે, પરંતુ કેટરીના કૈફ સાથે તેને ‘હાય-હલ્લો’ કરવાના પણ સંબંધ નથી. બંને અલગ થયા ત્યારથી આજસુધીમાં ક્યારેય પણ સાથે જાેવા મળ્યા નથી.
પરંતુ હાલમાં કેરળમાં જ્યારે કલ્યાણરમણના પરિવાર દ્વારા નવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે બંનેનો ભેટો થઈ ગયો હતો. આ પૂજામાં અન્ય સેલેબ્સ પણ હાજર રહ્યા હતા, જેમાં નાગાર્જુન અક્કિનેની, પૃથ્વીરાજ સુકુમારણ, પ્રભુ ગણેશન, આર માધવન તેમજ બંગાળી એક્ટ્રેસ રિતાભરી ચક્રવર્તી સહિતનો સમાવેશ થાય છે.
જાે કે, સૌનું કોઈનું ધ્યાન વર્ષો બાદ એક સ્ટેજ પર જાેવા મળેલા એક્સ-કપલ કેટરીના અને રણબીર પર જ હતું. સોશિયલ મીડિયા પર નવરાત્રી પૂજાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, કેટરીના અને રણબીર ભલે એક સ્ટેજ પર હાજર હોય પરંતુ તેમની વચ્ચે સહેજ પણ વાતચીત નહીં હોય.
બંને એકબીજાથી ઘણું અંતર જાળીને ઉભા છે. કેટરીનાને આર. માધનની બાજુમાં ઉભેલી જાેઈ શકાય છે, જ્યારે રણબીર ત્યાં હાજર મહેમાનો સાથે ઉભો છે.
ક્રીમ કલરના ટોપ અને શરારામાં એક્ટ્રેસ હંમેશાની જેમ ગોર્જિયસ લાગી રહી છે, તો રણબીરે ઓલ-બ્લેક આઉટફિટ પહેર્યું છે અને તેમાં તે સોહામણો લાગી રહ્યો છે. એક તસવીરમાં કેટરીના હાથમાં ફૂલ લઈને માતાની મૂર્તિની ચરણોમાં અર્પિત કરી રહી છે, તો અન્ય એક તસવીરમાં તે આરતી લઈ રહી છે. આ સિવાય તેણે ત્યાં હાજર અન્ય મહેમાનો સાથે પણ ફોટો ક્લિક કરાવ્યો હતો.
એકે લખ્યું હતું ‘આ બંનેની કેમેસ્ટ્રી સારી છે. તેઓ ફરી ફિલ્મમાં સાથે જાેવા મળે તેવી ઈચ્છા’, તો એક ફેને લખ્યું હતું ‘મને લાગે છે કે આ દુનિયા નાની છે.
જણાવી દઈએ કે, કેટરીના અને રણબીરની પહેલી મુલાકાત વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ના સેટ પર થઈ હતી. ત્યારબાદ તેમણે ફિલ્મ ‘રાજનીતિ’માં સાથે કામ કર્યું હતું અને ૨૦૧૩થી ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અનુરાગ બાસુની ‘જગ્ગા જાસૂસ’માં સ્ક્રીન શેર કર્યા બાદ ૨૦૧૬માં તેમનું બ્રેકઅપ થયું હતું. આજે બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે.
કેટરીનાએ ડિસેમ્બર, ૨૦૨૧માં વિકી કૌશલ સાથે તો એપ્રિલ, ૨૦૨૨માં રણબીરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ ખૂબ જલ્દી સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘ટાઈગર ૩’માં જાેવા મળવાની છે.
આ સિવાય તેની પાસે ફિલ્મ ‘ફોન ભૂત’ છે, જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર છે. તે હાલ વિજય સેથુપથી સાથે ‘મેરી ક્રિસમસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો બીજી તરફ, રણબીર કપૂર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને બોક્સઓફિસ પર મળેલી જબરદસ્ત સફળતાને એન્જાેય કરી રહ્યો છે. તેની પાસે રશ્મિકા મંદાના સાથેની ‘એનિમલ’ નામની ફિલ્મ છે.SS1MS