Western Times News

Gujarati News

અન્ય સમુદ્ર જીવોના શરીર પર ચીપકી જાય છે માછલી

નવી દિલ્હી, વિશ્વના જેટલા જીવો છે તેમનામાં કંઈક વિશેષ છે જે તેમને અલગ બનાવે છે. કેટલાક ખૂબ ઊંચે ઉડી શકે છે, કેટલાક દિવાલો પર ચાલી શકે છે, કેટલાક ઝડપથી દોડી શકે છે અને કેટલાક તેમના દાંત વડે સૌથી સખ્ત ચામડીને ફાડી શકે છે.

ગરોળી જેવા જીવો સરળતાથી કોઈપણ વસ્તુને વળગી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે એક માછલી એવી પણ છે જે ગરોળી જેવી વસ્તુઓને વળગી રહે છે? ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉર્ઙ્મિઙ્ઘ’જ મ્ીજં ઇીીઙ્મજ પર અવારનવાર આશ્ચર્યજનક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે.

હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જે દરેકને આશ્ચર્યચકિત કરી રહ્યો છે કારણ કે તેમાં એક માછલી દેખાઈ રહી છે જે ચુંબકની જેમ વસ્તુઓ સાથે ચીપકી જાય છે. તેને જાેઈને એવું જ લાગશે કે આ કોઈ ગરોળી છે જે વસ્તુઓને ચીપકે છે.

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના હાથમાં માછલી પકડી છે. જેનું નામ રેમોરા માછલી છે. તેને શાર્ક સકર પણ કહેવામાં આવે છે. શખ્સ પહેલા માછલીનું પેટ બતાવે છે અને પછી ફરીને તેના માથાના ઉપરના ભાગને બતાવે છે, જેમાં પટ્ટાવાળા નિશાન અને ખાંચ જેવો ભાગ છે.

વાસ્તવમાં, આ ખાંચો એક ચુંબક છે જેની મદદથી આ માછલી કોઈપણ વસ્તુને વળગી શકે છે. જેવો જ વ્યક્તિએ તે ખાંચાની મદદથી બોટની બોડી પર માછલીને ફસાવી તે આસાનીથી ચીપકી ગઈ.

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો અમે તમને જણાવીએ કે આ માછલી કઈ વસ્તુઓ પર ચોંટી જાય છે. હવે પાણીની અંદર કોઈ નાવડી કે કોઈ દીવાલ આવતી નથી! હકીકતમાં, આ જીવ અન્ય દરિયાઈ જીવોને વળગી રહે છે.

આ કારણોસર આ માછલીને સાર્ક સકર કહેવામાં આવે છે. પરંતુ શા માટે તે જીવંત જીવને વળગી રહે છે? માનટા રે, કાચબા અને શાર્કને વળગીને થોડા અંતરે મુસાફરી કરે છે અને તે જીવોના મોંમાંથી નીકળતા ખોરાકના ટુકડા ખાય છે અને પ્રવાસ દરમિયાન પાણીમાં જે પણ ખોરાક પસાર થાય છે તે એકસાથે ગળી જાય છે. આ સિવાય આ જીવ શાર્કના શરીર પર પરોપજીવી જેવા જીવોને પણ ખાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.