આલિયા ભટ્ટના અકાઉન્ટ મમ્મી સોની રાઝદાન સંભાળે છે
મુંબઈ, વર્ષ ૨૦૧૨માં ફિલ્મ સ્ટુન્ડ ઓફ ધ યરથી બોલિવુડમાં ડેબ્યૂ કરનારી આલિયા ભટ્ટના ઈન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષ પૂરા થઈ ગયા છે અને આ દરમિયાન તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે તેમજ સારી કમાણી પણ કરી છે. આલિયા ભટ્ટની ગણતરી આજના ટોપની એક્ટ્રેસિસમાં થાય છે.
એક્ટિંગ કરવા સિવાય તે પોતાની બ્યૂટી બ્રાન્ડ, એપરલ બ્રાન્ડ તેમજ પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેનું ફાઈનાન્સ હજી પણ મમ્મી સોની રાઝદાન સંભાળે છે, આ વાતનો ખુલાસો તેણે પોતે કર્યો હતો. એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તેના બેન્ક ખાતામાં કેટલા રૂપિયા છે તે એ જાણતી નથી કારણ કે તેના મમ્મી બધું સંભાળે છે.
આલિયા વધુમાં કહ્યું હતું તે, તે ઘણીવાર તેની ટીમ સાથે બેસે છે અને આંકડા સમજે છે. તેણે તેમ પણ કહ્યું હતું કે, તેને ફાયનાન્સ વિશે થોડી સમજ છે પરંતુ તેના મમ્મી તે સારી રીતે સંભાળી લે છે. તેના પૈસા સાથેના સંબંધો ‘તે બનાવવા વિશે છે’ અને તેના મમ્મીને તે સંભાળવા દે છે.
આલિયા ભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે, ‘જ્યારે હું નાની હતી ત્યારે પૈસા સાથે મારા સંબંધો સીમિત હતા, કારણ કે મને તે મારા મમ્મી પાસેથી મળતા હતા.
હું તે સાચવી રાખતી હતી અને વિચિત્ર વસ્તુઓ ખરીદવા પર ખર્ચ કરતી હતી. મને યાદ છે કે એકવાર અમે લંડન ગયા હતા અને આખી ટ્રિપમાંથી શોપિંગ કરવા માટે અમારી પાસે માત્ર ૨૦૦ પાઉન્ડ જ હતા, જેમાંથી ૧૭૦ પાઉન્ડ મેં માત્ર આઉટિંગ પાછળ વાપર્યા હતા કારણ કે, આટલી મોટી બ્રાન્ડ સાથે હું આટલી મોટી શોપિંગ જગ્યા પર પહેલીવાર ગઈ હતી, તેથી મને કોઈ સમજ નહોતી’.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, મોમ-ટુ-બી આલિયા ભટ્ટ છેલ્લે પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળી હતી, જેણે બોક્સઓફિસ પર ૩૦૦ કરોડથી વધુનો વકરો કર્યો હતો.
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વના રોલમાં હતા. આ સિવાય તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ની કો-પ્રોડ્યૂસર પણ હતી, જેમાં તેની સાથે વિજય વર્મા અને શેફાલી શાહ હતી.
એક્ટ્રેસ ખૂબ જલ્દી હોલિવુડની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં જાેવા મળશે. આ સિવાય તેની પાસે કરણ જાેહરની રણવીર સિંહની ઓપોઝિટમાં ફિલ્મ ‘રૌકી ઓર રાની કી પ્રેમ કહાણી’ પણ છે, જેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ છે.SS1MS