જીલ્લાનો સૌથી મોટો ક્ષત્રિય સમાજનો દશેરાનો કાર્યક્રમ વિરપુર ખાતે યોજાયો
(પ્રતિનિધિ) વિરપુર, અધર્મસામે ધર્મના વિજયના અનેરા અવસર વિજયાદશમીના દિવસે પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચન્દ્રએ રાવણ સાથે યુધ્ધ કરવા માટે ક્રિષ્ક્રિંધામાંથી નિકળીને વિજય મેળવ્યો હતો એટલું નહિ પાંડવોએ ગુપ્તવાસ બાદ શમીવૃક્ષ પરથી તેઓએ સંતાડેલા તમામ શસ્ત્રો ઉતારીને તેનું શાસ્ત્રોકત રીતે પૂજનઅર્ચન કર્યુ હતુ ત્યારથી દર વર્ષે દેશભરમાં અલગ અલગ સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાય છે ત્યારે મહિસાગર જીલ્લાનો સૌથી મોટો ક્ષત્રિય સમાજનો દશેરાનો કાર્યક્રમ વિરપુર ખાતે યોજાયો હતો.
વિજયા દશમીની ઉજવણી નિમિત્તે વિરપુર- બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનનું આયોજન કરાયું હતું એસ્સાર પેટ્રોલ પંપથી પરંપરાગત પોશાક ધારણ કરી ક્ષત્રિય સમાજના યુવાનોએ વિશાળ રેલી કાઢ્યા બાદ વિરાજી બારીયા સર્કલ પાસે આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે વિરાજી બારીયાની પ્રતીમાનેે ફુલહાર અને તલવાર બદલાઈ હતી બાદમાં ઝમજર માતાના મંદિર ખાતે સભા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહેમાનો સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં આગેવાનોની ઉપસ્થિતિમાં શસ્ત્ર અને શાસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ,એસ બી ખાંટ , પુર્વ ડીરેક્ટર રાધુસિંહ પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર દિપકભાઈ તલાર, જીલ્લા પંચાયત સદસ્ય રમતુભાઈ બારીયા, અજમેલસિંહ પરમાર,ઉદેસીંહ ઠાકોર,છત્રસીંહ ચૌહાણ, જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, યુવા મોરચાના પ્રમુખ કેતનસીંહ ઝાલા, દિગ્વિજયસિંહ રાઠોડ,સાલમસિંહ ખાંટ,તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ અમરસિંહ સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..