ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને એક ગુનાની ત્રણ સજા
(એજન્સી) અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી પરીક્ષાને લઈને શિક્ષા કોષ્ટક સ્કુલોના નોટીસ બોર્ડ પર લગાવવાની સુચના આપી છ. જેેમાં ઈલેકટ્રોનિક્સ ગેઝેેટ સાથે પકડાનાર વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરવા ઉપરાંત આગામી બે વર્ષ પરીક્ષામાં ન બેસવા દેવા તથા પોલીસ ફરીયાદની સજા નક્કી કરી છે. જેને લઈને સંચાલક મંડળેે વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થીને એક ગુનાની ત્રણ સજા ન હોઈ શકે એમ સંચાલક મંડળનુૃ માનવુ છે. ઉપરાંત સગીર વયના વિદ્યાર્થીઓ પર પોલીસ ફરીયાદનુૃ દમન દૂર કરવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાયા બાદ તેમને શુૃ સજા કરવી એ અંગે શિક્ષા કોષ્ટક નક્કી કરાયુ છેે.
શિક્ષા કોષ્ટકમાં મોબાઈલ કે ઈલેકટ્રોનિક્સ ગેઝેજ સાથે પકડાનાર વિદ્યાર્થીઓનેે શુૃ સજા કરાશે એની ખાસ વિદ્યાર્થીઓ માં જાગૃતિ કેળવાય એ માટે તેની માહિતી આપવા માટે જણાવાયુ છે.જેમાં મોબાઈલ કે ઈલેકટ્રોનિક્સ ગેઝટ સાથે પકડનાર વિદ્યાર્થીનું તે સમગ્ર પરીક્ષાનુૃ પરિણામ રદ કરવા ઉપરાંત તેનેે ત્યાર પછીની બે પરીક્ષામાં ન બેસવા દેવાની સજા કરવામાં આવશે.
આ ઉપરાંત આવા વિદ્યાર્થી સામે પોલીસ ફરીયાદની પણ જાેગવાઈ શિક્ષા કોસ્ટકમાં કરવામાં આવી છે. સંચાલક મડળનુ માનવુ છે કે વિદ્યાર્થીનેેે એક ગુનાની ત્રણ સજા ન હોઈ શકે. વિદ્યાર્થી મોબાઈલ કે ઈલકટ્રોનિક ગેઝેટ સાથે પકડાય અથવા તો શિક્ષા કોષ્ટકની અન્ય જાેગવાઈ અનુસાર તેનુૃ સમગ્ર પરીક્ષાનુૃ પરિણામ રદ કરવામાં આવે છે. આમ, પરિણામ રદ કરવુ એ એક સજા છે. ત્યારબાદ તને બે વર્ષ પરીક્ષામાં બેેસવા ન દેવાની સજા કરાય છે.
જે તેની બીજી સજા છે અને વિદ્યાર્થી સામેે પોલીસ ફરીયાદ પણ કરવામાં આવે છે. જે તેની ત્રીજી સજા છે. સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલેે જણાવ્યુ હતુ કે ધોરણ ૧૦ અને ૧ર વયના સગીર વયના બાળકો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં અવો છે એ અયોગ્ય છે.
આ વિદ્યાર્થીઓને એક ગુનાની ત્રણ સજા કરવામાં આવે છે તે ન્યાયિક રીતે અયોગ્ય છે.અને આવા કુમળા માનસ ઉપર આની આડઅસર પડવાની શક્યતા અછે. તેમાં પણ પોલીસ ફરીયાદ કરી તેઓ વિદ્યાર્થીની કારકીર્દી જાેખમમાં મુકવા માંગતા હોય અમ લાગે છે. જેથી વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરીયાદની જાેગવાઈ રદ થવી જાેઈએ.